Aapnu Gujarat
બિઝનેસ

દેશમાં ઈન્ટરનેટ ગ્રાહકોની સંખ્યા ૫૬ કરોડને પાર : ટ્રાઈ

ટ્રાઈના જણાવ્યા મુજબ સપ્ટેમ્બર ૨૦૧૮ના અંત સુધીમાં નેરોબેન્ડ અને બ્રોડબેન્ડ ગ્રાહકોની સંખ્યા ૫૬ કરોડને વટાવી ગઈ છે. આ જ પ્રકારે માર્ચ ૨૦૧૬ સુધી ઈન્ટરનેટ ગ્રાહકોની સંખ્યા ૩૪ કરોડ હતી જે ૩૧ માર્ચ ૨૦૧૭ સુધીમાં ૪૨ કરોડ થઈ હતી. ૩૧ માર્ચ ૨૦૧૮ના રોજ ઈન્ટરનેટનો ઉપયોગ કરતા ગ્રાહકોની સંખ્યા ૪૯ કરોડ હતી. આ વર્ષે જૂનમા આ આંકડો વધીને ૫૧ કરોડ અને પછી સપ્ટેમ્બરના અંત સુધીમાં ૫૬ કરોડ થઈ ગયો છે. ડીસેમ્બર ૨૦૧૫માં એ વખતના ટેલીકોમ મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યુ હતુ કે, અમારૂ લક્ષ્યાંક ભારતમાં ઈન્ટરનેટ ગ્રાહકોની સંખ્યા ૨૦૧૮માં ૫૦ કરોડે લઈ જવાની છે. ૫૬ કરોડ ઈન્ટરનેટ ગ્રાહકોમાથી ૬૪ ટકા એટલે કે ૩૬ કરોડ શહેરી જ્યારે ૩૬ ટકા એટલે કે ૧૯.૦૪ કરોડ ગ્રામીણ ગ્રાહકો છે. શહેરી વિસ્તારોમાં જીયોની એન્ટ્રીથી ગ્રાહકોની સંખ્યા વધી છે. કર્ણાટક, આંધ્ર, મહારાષ્ટ્ર, ગુજરાત, તામીલનાડુ આ પાંચ રાજ્યોમાં કુલ ઈન્ટરનેટ ગ્રાહકોમાંથી ૨૦ કરોડ એટલે કે ૩૬ ટકા ગ્રાહકો આવે છે.

Related posts

રેલવેની કેટરિંગ સેવા પર પાંચ ટકા જીએસટી રહેશે

aapnugujarat

Trade differences with US are narrowing, hope for agreements expected soon : Sitharaman

aapnugujarat

ભારત પાસે છે કોલસાનો મોટો ભંડાર, છતાં આયાત કરવી પડે છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1