Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભારત પાકિસ્તાન-ચીનને ક્યારેય દુશ્મન તરીકે વિચારતું નથી : ભૈય્યાજી જોશી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં બીજા ક્રમાંકના ટોચના નેતા સરકાર્યવાહ ભૈયાજી જોશીએ પાકિસ્તાન અને ચીનને લઈને મોટું નિવેદન આપ્યું છે. ભૈય્યાજી જોશીએ કહ્યુ છે કે પાકિસ્તાન અને ચીન ભારતને પોતાના દુશ્મનની જેમ ભલે જોતા હોય, પરંતુ ભારત ક્યારેય બંનેને દુશ્મન તરીકે વિચારતું નથી. તેમણે બાંગ્લાદેશ બોર્ડર પરથી થનારી ઘૂસણખોરી પર પણ ચિંતા વ્યક્ત કરી છે. ભૈય્યાજી જોશીએ કહ્યુ છે કે જો ભારતના તમામ પાડોશી દેશો સાથેના સંબંધો સુધરી જાય, તો સંરક્ષણ ક્ષેત્રમાં થનારો ખર્ચો ઘણી હદે ઘટી શકાય.
તેમણે કહ્યુ છે કે મુશ્કેલીઓ ત્યારે વધે છે કે જ્યારે પાડોશી દેશો જ તમને દુશ્મનની જેમ જોતા હોય છે. પરંતુ ભારતે આવું ક્યારેય કર્યું નથી. ચીને હંમેશા ભારત સાથે એવો વ્યવહાર કર્યો છે કે જાણે કે ભારત તેનું દુશ્મન હોય. તેમણે કહ્યુ છે કે બાંગ્લાદેશ સાથે ભલે આપણું યુદ્ધ થયું હોય નહીં, પરંતુ ઘૂસણખોરી દ્વારા બાંગ્લાદેશીઓ ભારતમાં આવે છે અને તેનાથી મુશ્કેલીઓ ઘણી વધી છે.
જો કે ભૈય્યાજી જોશીએ કહ્યુ છે કે એવું નથી કે બાંગ્લાદેશની સરકાર આમા કંઈ કરતી નથી. ભૈય્યાજી જોશીએ મોદી સરકારની વિદેશ નીતિના વખાણ કર્યા છે. ભૈયાજી જોશી રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. તેમણે એમ પણ કહ્યુ હતુ કે ભારતનો ખર્ચ સંરક્ષણ સાધનો પર વધારે થાય છે, જો પાડોશી દેશો સાથે સંબંધો સારા હોય, તો આ નાણાંનો ઉપયોગ વિકાસના કામકાજમાં કરી શકાય છે.
મહત્વપૂર્ણ છે કે ચીન સાથે ડોકલામ વિવાદ, બાંગ્લાદેશમાંથી થનારી ઘૂસણખોરી અને પાકિસ્તાન તરફથી સતત યુદ્ધવિરામ ભંગની ઘટનાઓને કારણે વિપક્ષ સતત મોદી સરકારની વિદેશ નીતિ પર સવાલ ઉઠાવી રહ્યું છે. જો કે ડોકલામ વિવાદને કેન્દ્ર સરકારે ખાસી કુનેહથી ઉકેલ્યો હતો.

Related posts

BSNL के ७०००० कर्मियों ने चुनी स्वैच्छिक सेवानिवृत्ति

aapnugujarat

कर्नाटक मंत्रिमंडल का विस्तार कल : येदियुरप्पा

aapnugujarat

सोनभद्र मामला : छत्तीसगढ़ के मुख्यमंत्री भूपेश बघेल का BJP पर पलटवार, हमने तो नहीं रोका था

aapnugujarat

Leave a Comment

UA-96247877-1