Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

રેલવેની કેટરિંગ સેવા પર પાંચ ટકા જીએસટી રહેશે

નાણામંત્રાલયે આજે કહ્યું હતું કે, ભારતીય રેલવે અથવા તો આઈઆરસીટીસી દ્વારા ટ્રેનો, પ્લેટફોર્મ અથવા તો રેલવે સ્ટેશન પર આપવામાં આવતા ભોજન અને ડ્રીક્સ ઉપર પાંચ ટકા જીએસટી લાગૂ કરવામાં આવશે. નાણામંત્રાલયે ૩૧મી માર્ચના દિવસે આ સંદર્ભમાં રેલવે બોર્ડને એક પત્ર મોકલ્યો હતો અને જરૂરી સૂચના આપી હતી. કોઇપણ પ્રકારની શંકા અને અનિશ્ચિતતા દૂર કરવાના હેતુસર આ નિર્ણય કરવામાં આવ્યો છે. મંત્રાલયના આ પગલાથી ગાડીઓ, પ્લેટફોર્મ અથવા રેલવે સ્ટેશન ઉપર ઉપલબ્ધ ખાદ્ય ચીજવસ્તુઓ અને પીણા ઉપર લાગૂ જીએસટી દરમાં વધુ સમાનતા આવશે. નિયમમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતીય રેલવે અથવા તો ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટ્યુરિઝમ કોર્પોરેશન અથવા તો તેના લાયસન્સ ધારક દ્વારા ટ્રેનો, પ્લેટફોર્મમાં ઉપલબ્ધ કરાવવામાં આવતા ભોજન પીણા પદાર્થો ઉપર વગર ઇનપુટ ટેક્સ ક્રેડિટના પાંચ ટકાના દરેથી અમલી કરવામાં આવશે.
જીએસટી દરને અમલી કરવાનો નિર્ણય કરવામાં આવ્યા બાદ તેની સીધી અસર જોવા મળશે. અત્રે નોંધનીય છે કે, ગયા વર્ષે જુલાઈ મહિનામાં જીએસટી વ્યવસ્થા અમલી કરવામાં આવી હતી. દેશભરમાં જીએસટી વ્યવસ્થાને અમલી બનાવી દેવામાં આવ્યા બાદ આને લઇને ભારે હોબાળો થયો હતો. આની સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વેપારી વર્ગો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. આખરે જીએસટીને લઇને તમામ દુવિધા દૂર કરવામાં આવ્યા બાદ હવે જીએસટીને લઇને વિખવાદનો અંત આવ્યો છે. રેલવેની કેટરિંગ સેવા પર પાંચ ટકા જીએસટી લાગૂ કરવાના નિર્ણયને લઇને રેલવેમાં મોટાભાગે મુસાફરી કરતા લોકોમાં આની ચર્ચા આજે દિવસદરમિયાન જોવા મળી હતી. આની અસર રહે તેમ પણ માનવામાં આવે છે.

Related posts

આવતીકાલે વેલેન્ટાઈન ડે ઉજવવા માટે યુવા પેઢી સજ્જ : ચોકલેટ અને ટેડીબેરનો ક્રેઝ

aapnugujarat

GDP ગ્રોથમાં ૮.૨ ટકાનો વધારો

aapnugujarat

રાજનીતિમાં સફળ થવા માટે પૈસા જરૂરી નથી : રજનીકાંત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1