Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ફ્રોડ વચ્ચે ખાનગી બેંકના વડાઓના બોનસમાં વિલંબ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દેશની ટોચની ખાનગી બેંકોના વડાઓના વર્ષના અંતે મળતા બોનસમાં વિલંબ કરી રહી છે. બેંકોના પરફોર્મન્સ ઇશ્યુને ટાંકીને કેટલીક બાબતો રજૂ કરવામાં આવી રહી છે. એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંકના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસરો એવા બેંકરો છે જેમને ૩૧મી માર્ચ ૨૦૧૭ના દિવસે પૂરા થયેલા નાણાંકીય વર્ષ માટે હજુ સુધી બોનસ મળ્યા નથી. આરબીઆઈ દ્વારા સૂચિત પેમેન્ટના સંદર્ભમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા નથી. નામ જાહેર નહીં કરવાની શરતે ટોચના લોકોએ આ અંગેની માહિતી આપી છે. આઈસીઆઈસીઆઈ બોર્ડ દ્વારા ચંદા કોચર માટે ૨.૨ કરોડના બોનસને મંજુરી આપી છે જ્યારે એક્સિસ બેંકના શીખા શર્મા ૧.૩૫ કરોડ રૂપિયા મળનાર છે. એચડીએફસી બેંકના આદિત્યપુરીને ૨.૯ કરોડ રૂપિયા મળનાર છે. એક્સચેંજ ફાઈલિંગમાં આ મુજબની વાત કરવામાં આવી છે. એક્સિસ બેંકના પ્રવક્તાએ કોઇપણ ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો છે. આવી જ રીતે એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના પ્રવક્તા દ્વારા ફોન કોલ અને ઇ-મેઇલનો હજુ સુધી જવાબ આપ્યો નથી. આરબીઆઈને મોકલવામાં આવેલા ઇ-મેઇલનો પણ જવાબ મળ્યો નથી. બેંકિંગ કૌભાંડ વચ્ચે આ પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. માર્ચ ૨૦૧૭ના પુરા થયેલા કારોબાર દરમિયાન મુંબઈમાં આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં ૧૭ ટકાનો ઉછાળો અને એક્સિસ બેંકના શેરમાં ૧૦ ટકાનો ઉછાળો થયો છે. જ્યારે બેંકેક્સ ઇન્ડેક્સમાં ૩૩ ટકાનો ઉછાળો થયો છે. માર્ચમાં પુરા થયેલા વર્ષ દરમિયાન એચડીએફસી બેંકના શેરમાં ૩૫ ટકાનો વધારો થયો છે. બજારમાં હાલમાં ભારે ચર્ચા બેકિંગ ક્ષેત્રને લઇને જોવા મળી રહી છે.

Related posts

સેંસેક્સ ૨૮૬ પોઇન્ટ ઉછળીને બંધ

aapnugujarat

સેન્સેક્સ સ્ક્રીપ્સ પર ટ્રેડિંગ ફી દૂર : ૧૨મીથી નવા નિયમો

aapnugujarat

વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદી નોતરશે ડોલર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1