Aapnu Gujarat
બિઝનેસ

સેન્સેક્સ સ્ક્રીપ્સ પર ટ્રેડિંગ ફી દૂર : ૧૨મીથી નવા નિયમો

વધુ મૂડીરોકાણકારોને તેના પ્લેટફોર્મ ઉપર કારોબાર કરવા લાવવાના હેતુસર બીએસઈએ કહ્યું છે કે, સેન્સેક્સ સ્ક્રીપ્ટ અથવા તો શેર ઉપર ટ્રેડિંગ ફી લેવામાં આવશે નહીં. ૩૦ બ્લુચીપમાં કારોબાર કરવા માટે કોઇપણ પ્રકારના ચાર્જ ફી તરીકે લેવામાં આવશે નહીં. સેંસેક્સ ઇન્ડેક્સને બનાવવામાં આ ૩૦ બ્લુચીપની ભૂમિકા રહેલી છે. ૧૨મી માર્ચથી ૩૦ બ્લુચીપ પરના નવા નિયમો અમલી કરવામાં આવશે. આનો મતલબ એ થયો કે કારોબારીઓને બીએસઈના પ્લેટફોર્મ ઉપર કારોબાર કરતી વેળા કોઇ ફી ચુકવવામાં આવશે નહીં. જો કે, મૂડીરોકાણકારોને બ્રોકરેજ, રેગ્યુલેટરી અને સરકારી ચાર્જ ચુકવવાના રહેશે. હાલમાં બીએસઈ ટ્રાન્ઝિક્શન ચાર્જ પ્રવર્તમાન એક્સચેંજ ગ્રુપ હેઠળ૫૦ પૈસા અને ૧.૧૫ પ્રતિ ટ્રેડ વચ્ચેનો રહેલો છે. ગ્રુપ એ અને ગ્રુપ બી તથા અન્ય નોનએક્સલ્યુસીવ સ્ક્રીપ્ટ હેઠળ સિક્યુરીટી માટે ચાર્જના આંકડા આ મુજબ દર્શાવવામાં આવ્યા છે. બીએસઈમાં લિસ્ટેડ થયેલા ૫૦૫૩ શેર પૈકી ગ્રુપ એમાં ૩૯૧ શેર રહેલા છે જેમાં સેંસેક્સમાં ૩૦ શેર અને ગ્રુપ બીમાં રહેલા ૧૧૧૫ સ્ટોકનો સમાવેશ થાય છે. ફાઈનાન્સિયલની દ્રષ્ટિએ મજબૂત રહેલી કંપનીઓમાં રિટેલ મૂડીરોકાણકારો દ્વારા ભાગીદારીને વધારવાના હેતુસર તથા તેમને વધુ રાહતો આપવાના હેતુસર આ હિલચાલ હાથ ધરવામાં આવી છે. ટ્રેડિંગ મેમ્બરો દ્વારા નોંધ લેવામાં આવી છે કે, એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ ૩૦ ઇન્ડેક્સના ભાગરુપે સિક્યુરીટી માટેના ટ્રાન્ઝિક્શન ચાર્જ ઉઠાવી લેવાની જરૂર છે. આ પાસાઓ ઉપર વિચારણા કરવામાં આવ્યા બાદ હવે ૧૨મી માર્ચથી આને અમલી કરવાનો નિર્ણય કરાયો છે. એક્સચેંજે નોટિસમાં જણાવ્યું છે કે, ઇક્વિટી સેગ્મેન્ટમાં ટ્રાન્ઝિક્શન ચાર્જ સાથે સંબંધિત અન્ય કોઇ ફેરફાર કરવામાં આવ્યા નથી. હાલમાં દરેક બીએસઈ બ્રોકર તેમના ક્લાઈન્ટો તરફથી કારોબાર કરવા બદલ એક્સચેંજને ફીની ચુકવણી કરે છે. દર મહિને એક લાખના કારોબાર સુધી બ્રોકરો બીએસઈને ૧.૫ પ્રતિ ટ્રેડની ચુકવણી કરે છે. જ્યારે જો મહિનાનો કારોબાર એક લાખથી વધારેનો રહે તો પ્રતિ ૧.૨૫ કારોબાર ચુકવણી કરવામાં આવે છે પરંતુ જો ત્રણ લાખથી ઓછાનો કારોબાર છે તો ફરી માસિક ટ્રેડ કાઉન્ટનો આંકડો આરીતે ગણવામાં આવે છે. જો મહિને કારોબાર ત્રણ લાખથી વધારે છે તો બ્રોકરો એક રૂપિયા પ્રતિકારોબારની ચુકવણી કરે છે જ્યારે પાંચ લાખથી ઉપરનો કારોબાર થાય છે તો ૭૫ પૈસા પ્રતિ ટ્રેડની ચુકવણી કરવામાં આવે છે. ૩૦ સેંસેક્સ સ્ટોકને લઇને હંમેશા કારોબારીઓમાં વિશેષ ઉત્સાહ રહે છે. આ ૩૦ સેંસેક્સ સ્ટોક ઉપર હવે ૧૨મી માર્ચથી કોઇપણ પ્રકારની ફી ચુકવવામાં આવશે. જે ૩૦ સેંસેક્સ શેર પર ફીની ચુકવણી કરવામાં આવનાર નથી તેમાં અદાણી પોર્ટ, એશિયન પેઇન્ટ્‌સ, એક્સિસ બેંક, બજાજ ઓટો, ભારતી એરટેલ, કોલ ઇન્ડિયા, ડોક્ટર રેડ્ડી લેબ, એચડીએફસી, એચડીએફસી બેંક, હિરો મોટો, એચયુએલ, આઈસીઆઈસીઆઈ બેંક, ઇન્ડસઇન્ડલેન્ડ બેંક, ઇન્ફોસીસ, આઈટીસી, કોટક, એલ એન્ડ ટી, એનએન્ડએમ, મારુતિ સુઝુકી, એનટીપીસી, ઓએનજીસી, પાવર ગ્રીડ, રિલાયન્સ, એસબીઆઈ, સનફાર્મા, તાતા મોટર્સ, તાતા સ્ટીલ, ટીસીએસ, વિપ્રો અને યશ બેંકનો સમાવેશ થાય છે.

Related posts

મુકેશ અંબાણીને ફટકો, સૌથી અમીર વ્યક્તિનો તાજ છીનવાયો

aapnugujarat

કંપની ડુબવાની સ્થિતિમાં હોમ બાયર્સને હવે હરાજીમાં હિસ્સો

aapnugujarat

FPI દ્વારા ૨૦૧૮માં કુલ ૮૩૦૦૦ કરોડ પરત થયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1