Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મેગીમાં સોલ્ટ પ્રમાણમાં ૧૦ ટકા કાપ મુકવાનો નિર્ણય

લોકોની બદલાઈ રહેલી પસંદગીને ધ્યાનમાં લઇને સ્વિસ ફુડ બનાવતી મહાકાય કંપની નેસ્ટલેએ મેગીમાં સોલ્ટના કન્ટેઇન્ટ અથવા તો મીઠુના પ્રમાણને વધુ ઘટાડી દેવાનો નિર્ણય કર્યો છે. મીઠાના પ્રમાણમાં વધુ ૧૦ ટકા સુધીનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. નેસ્ટલેનું કહેવું છે કે, તેના ખુબ જ લોકપ્રિય ઇન્સ્ટન્ટ નૂડલ્સ મેગીમાં સોલ્ટ અથવા તો મીઠાના પ્રમાણમાં ૧૨થી ૧૮ મહિનામાં ૧૦ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવી રહ્યો છે. છેલ્લા થોડાક વર્ષોમાં ઇન્સ્ટન્ટ નૂડલ્સના શોખીન લોકોની માંગ બદલાઈ છે. તેમની પસંદગી બદલાઈ છે. આને ધ્યાનમાં લઇને નેસ્ટલે દ્વારા મેગીમાં સોલ્ટના પ્રમાણને ૩૩ ટકા સુધી ઘટાડી દીધું છે. નેસ્ટલેના ભારતીય પોર્ટફોલિયોને જાળવી રાખવા માટે ઇન્સ્ટન્ટ નૂડલ્સ બ્રાંડ દ્વારા કેટલાક પગલા લેવામાં આવી રહ્યા છે. નૂડલ્સનું યોગદાન વર્ષ ૨૦૧૭માં કંપનીના ગ્રોથમાં ૩૫ ટકાની આસપાસ રહ્યું હતું. કંપની સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, પેકેજ્ડ ફુડ બિઝનેસમાં જ આ ફેરફાર કરવામાં આવી રહ્યા નથી બલ્કે કોસ્ટમેટિક જેવા વર્ગમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. હાલમાં જ નૂડલ્સને લઇને વિરોધ પ્રદર્શનનો દોર શરૂ થયો હતો. તેમાં રહેલા ઘટકોને લઇને ચકાસણી પણ કરવામાં આવી હતી. માત્ર નેસ્ટલે કંપની જ નહીં બલ્કે અન્ય કંપનીઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હેલ્થના મામલામાં ગ્લોબલ ફુડ અને બેવરજ કંપનીઓ કોક અને પેપ્સીકોને પણ નિયમો પાળવાની ફરજ પડી હતી. પેપ્સીકો અને અન્ય પ્રિમિયમ સ્નેક્સ કંપનીઓએ બિઝનેસને જાળવી રાખવા માટે પોતાની વ્યૂહરચના બદલી કાઢી હતી. કોકે પણ સુગરના પ્રમાણને ઘટાડવાની જાહેરાત કરી હતી. પોર્ટફોલિયોમાં ખાંડના પ્રમાણને ઘટાડવાની માંગ ઉઠી હત. જંકફુડ સાથે જોડાયેલી કંપનીઓએ પણ આને લઇને ગંભીરતાપૂર્વક ધ્યાન આપ્યું હતું.

Related posts

રસીકરણ ઝડપી બનાવો, વિકસિત દેશોમાં મંજૂર થયેલી રસી આપવાનું શરૂ કરો : મનમોહન

editor

ब्रिटेन में मध्यावधि चुनाव का दांव टरीजा मे पर पडा भारी

aapnugujarat

ઉન્નાવમાં ટ્રકે બસને મારી ટક્કર : આઠના મોત, ૨૦ ઈજાગ્રસ્ત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1