Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાજનીતિમાં સફળ થવા માટે પૈસા જરૂરી નથી : રજનીકાંત

દક્ષિણ ભારતના બે મોટા સુપર સ્ટાર રજનીકાંત અને કમલ હસન ચેન્નાઈમાં એક મંચ ઉપર આજે નજરે પડતા લોકોમાં ભારે ઉત્સુકતા રહી હતી. આ બે મહાન અભિનેતાને એક મંચ ઉપર જોઇને ચાહકોમાં ઉત્સુકતા વધી ગઈ હતી. અભિનેતા શિવાજી ગણેશનની યાદમાં બનેલા મેમોરિયલ હોલના ઉદ્‌ઘાટનના પ્રસંગે બંને એકત્રિત થયા હતા. આ ગાળા દરમિયાન તમિળનાડુના નાયબ મુખ્યમંત્રી પનીરસેલ્વમ પણ ઉપસ્થિત રહ્યા હતા. કમલ હસન અને રજનીકાંત વચ્ચે ચાલી રહેલી ચર્ચા ઉપર તમામની નજર હતી. રજનીકાંત અને કમલ હસન એકબીજાની નજીક જ બેઠા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધતા મોડેથી રજનીકાંતે કહ્યું હતુ ંકે, રાજનીતિમાં સફળ થવા માટે માત્ર પૈસા, નામ અને લોકપ્રિયતા પુરતી બાબત નથી. આ ઉપરાંત પણ કેટલાક જરૂરી કામ કરવાના રહે છે. રજનીકાંતે કમલ હસન અને પોતાની વચ્ચે થયેલી વાતચીત અંગે કહ્યું હતું કે, રાજનીતિમાં સફળ થવા માટે શું થવું જોઇએ તે અંગે પૂછવામાં આવતા કમલ હસને સફળતાને લઇનેતેમની સાથે વાત કરી હતી. હાલમાં રજનીકાંત અને કમલ હસનની રાજનીતિમાં એન્ટ્રીને લઇને વ્યાપક ચર્ચા થતી રહે છે. બંને રાજકીય ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. બંને કોઇ નવી પાર્ટી બનાવશે કે પછી અન્નાદ્રમુક, ડીએમકે અથવા ભાજપમાં જોડાશે તે અંગે વાત થઇ નથી. રજનીકાંતને તમામ મોટા પક્ષો તરફથી ઓફર થઇ રહી છે. તમિળનાડુની રાજનીતિમાં ફિલ્મ કલાકારોનું હમેશા પ્રભુત્વ રહ્યું છે. પહેલા એમજી રામચંદ્રન અને ત્યારબાદ જયલલિતા આના દાખલા છે. અભિનેતા કમલ હસનને લઇને પણ ચર્ચા છે. હાલમાં જ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને તેઓ મળી ચુક્યા છે.

Related posts

સીબીઆઈ વિવાદ : જસ્ટિસ સિકરી પણ દૂર થયા

aapnugujarat

Congress can’t be revived even by giving calcium injection : Owaisi

aapnugujarat

સંજય દત્તનો છુટકારો નિયમ પ્રમાણે : મહારાષ્ટ્ર સરકારે હાઈકોર્ટમાં ખુલાસો કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1