Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દિવાળી બાદ રાહુલની કોંગ્રેસ અધ્યક્ષ તરીકે તાજપોશી કરાશે

સચિન પાયલોટે કહ્યું છે કે, રાહુલ ગાંધી દિવાળી બાદ કોઇપણ સમયે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે જાહેર થઇ જશે. રાજસ્થાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલોટને કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધીના ખુબ જ નજીકના મિત્ર તરીકે ગણવામાં આવે છે. સચિન પાયલોટે ભારપૂર્વક કહ્યું છે કે, હવે સમય આવી ગયો છે જ્યારે રાહુલ સામે આવીને નેતૃત્વ કરવા માટે તૈયાર થાય. સચિન પાયલોટે વંશવાદની રાજનીતિ ઉપર પણ પોતાની પાર્ટીનો બચાવ કર્યો હતો. પાયલોટે કહ્યું હતું કે, કોઇપણ નેતાના અંતિમ નામને તેમની રાજનીતિમાં અયોગ્ય ઠેરવવા તરીકે લેવાની બાબત યોગ્ય નથી. સચિને એમ પણ કહ્યું હતું કે, કોઇપણ નેતાનું મૂલ્ય છેલ્લે તેમના પ્રદર્શનના આધાર ઉપર જ નક્કી થાય છે. પાયલોટે એમ પણ કહ્યું છે કે, રાહુલ ગાંધીને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની પ્રક્રિયા લાંબા સમયથી ચાલી રહી છે. સચિન પાયલોટે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે, કોંગ્રેસમાં સંગઠનની ચૂંટણી ચાલી રહી છે. દિવાળી બાદ નવા અધ્યક્ષની પસંદગી કરી લેવામાં આવશે. આ ચૂંટણી લાંબા સમયથી પાઇપલાઈનમાં છે. પાર્ટીમાં સામાન્ય અભિપ્રાય છે કે, રાહુલ ગાંધીને જવાબદારી સોંપી દેવામાં આવે. પાર્ટીએ કહ્યું છે કે, રાહુલ હજુ પણ પાર્ટીના મોટાભાગના કામોને અંજામ આપી રહ્યા છે. હવે વિધિવતરીતે જવાબદારી સોંપી દેવા માટેનો સમય પણ આવી ગયો છે. રાહુલ ગાંધી પોતે પણ કહી ચુક્યા છે કે, અધ્યક્ષ તરીકેની જવાબદારી લેવા માટે તેઓ તૈયાર છે. અમેરિકાની યાત્રા દરમિયાન રાહુલે આ વાત સ્વીકારી હતી. પ્રિયંકા ગાંધીની રાજનીતિમાં એન્ટ્રીના પ્રશ્ને સચિને કહ્યું હતું કે, તેઓ કોંગ્રેસ પરિવાર સાથે સંબંધિત છે. સક્રિય રાજનીતિમાં આવવાની બાબત તેમનો અંગત નિર્ણય રહેશે.

Related posts

પેગાસસ જાસૂસી મામલે માયાવતીના સરકાર પર પ્રહાર

editor

ન્યૂઝીલેન્ડમાં આતંકી હુમલો : ૩૦નાં મોત, બાંગ્લાદેશનાં ક્રિકેટરોનો આબાદ બચાવ

aapnugujarat

प्रधानमंत्री उज्ज्वला योजना को और विस्तार दिया जाएगा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1