Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

ન્યૂઝીલેન્ડમાં આતંકી હુમલો : ૩૦નાં મોત, બાંગ્લાદેશનાં ક્રિકેટરોનો આબાદ બચાવ

વિશ્વનાં શાંત દેશોમાં ગણના થનાર એવા ન્યૂઝીલેન્ડ પણ હવે આતંકવાદગ્રસ્ત બન્યું છે. ન્યૂઝીલેન્ડનાં સાઉથ આઈસલેન્ડ શહેરની બે મસ્જિદમાં ફાયરિંગ ઘટના બની છે. હાલનાં સમયે ૩૦ લોકો માર્યા ગયાં હોવાનાં સમાચાર છે અને ઘણાં ઘાયલ થયાં છે. મૃતાંક વધે તેવી શક્યતા છે. મસ્જિદમાં બાંગ્લાદેશનાં કેટલાંક ખેલાડીઓ નમાઝ માટે આવ્યાં હતાં જેઓનો આબાદ બચાવ થયો છે.
સ્થાનિક પોલીસનાં જણાવ્યા મુજબ ઓસ્ટ્રેલિયન નાગરિકે ક્રાઈસ્ટચર્ચમાં આવેલી અલ નૂર મસ્જિદમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું છે. આ હુમલાખોરે લગભગ ૫૦ રાઉન્ડ ફાયરિંગ કર્યાનું તપાસમાં ખૂલ્યું છે. પોલીસે ચાર લોકોની ધરપકડ પણ કરી લીધી છે જેમાં એક મહિલા અને ત્રણ પુરુષો છે. પકડાયેલા એક વ્યક્તિએ કમર સુધીનું લાંબુ વસ્ત્ર પહેર્યું છે. ક્રાઈસ્ટચર્ચ હોસ્પિટલની બહાર પણ ફાયરિંગ થયું હતું અને ત્રણ મસ્જિદોની બહાર કાર ઉભી હતી તેમાં વિસ્ફોટકો ભરેલાં હતાં.

Related posts

भारत के साथ बातचीत तभी संभव जब वह कश्मीर पर फैसला पलटे : पाक पीएम

aapnugujarat

ચાર વર્ષ બાદ રેપો અને રિવર્સ રેપોરેટમાં વધારો

aapnugujarat

अफगानिस्तान के बागलान में विस्फोट, 5 पुलिस की मौत, 2 घायल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1