Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ચાર વર્ષ બાદ રેપો અને રિવર્સ રેપોરેટમાં વધારો

આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં છ સભ્યોની મોનિટરી પોલિસી કમિટિની મિટિંગના પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા હતા. તમામ અર્થશાસ્ત્રીઓની ગણતરી આજે એ વખતે ઉંધી વળી ગઈ હતી જ્યારે આરબીઆઈએ વ્યાજદરમાં અથવા તો રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરી દીધો હતો. આની સાથે જ રેપોરેટ વધીને ૬.૨૫ ટકા થઇ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સત્તામાં આવ્યા બાદ એટલે કે સાડા ચાર વર્ષના ગાળામાં રિઝર્વ બેંક દ્વારા પ્રથમ વખત રેટમાં વધારો કરવામાં આવ્યો છે. મોદી સરકાર મે ૨૦૧૪માં પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં આવી હતી. આરબીઆઈની પોલિસી સમીક્ષાની બેઠક શરૂ થયા બાદ જુદા જુદા પાસાઓ ઉપર વિચારણા કરાયા પછી આજે પરિણામ જાહેર કરાયા હતા જેમાં રેપો અને રિવર્સ રેપોરેટમાં વધારો કરવામાં આવ્યો છે. રિવર્સ રેપોરેટ હવે વધારી દેવામાં આવ્યો છે. જો કે, કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર) અને એસએલઆરને ક્રમશઃ ૪ અને ૧૯.૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરાયો છે. એમપીસીએ પોલિસી વલણ તટસ્થ રાખ્યું છે. આ નાણાંકીય વર્ષની આ બીજી એમપીસીની દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા હતી. મની માર્કેટ સાથે જોડાયેલા લોકો પહેલાથી જ વ્યાજદરમાં વધારો થશે તેમ માની રહ્યા હતા. બોન્ડ યિલ્ડમાં પણ આના લીધે તેજી આવવાના સંકેત છે. ફુગાવામાં વધારો થવાના સંકેત છે. પ્રથમ વખત એમપીસીની બેઠક બે દિવસના બદલે આ વખતે ત્રણ દિવસ મળી હતી. ચોક્કસ વહીવટી કવાયતનું કારણ આપીને આ મિટિંગ ત્રણ દિવસ ચાલી હતી. એપ્રિલમાં રેટની સમીક્ષા વેળા બે સભ્યો દ્વારા રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. સીપીઆઈ ઇન્ડેક્સ અથવા તો રિટેલ ફુગાવાનો આંકડો એપ્રિલ મહિનામાં ૪.૫૮ ટકા હતો જે તે પહેલાના મહિનામાં ૪.૨૮ ટકા હતો. એપ્રિલ-સપ્ટેમ્બરના ગાળા દરમિયાન આરબીઆઇના રિટેલ ફુગાવાનો આંકડો ૪.૭-૫.૧ ટકા રહેવાની વાત કરવામાં આવી છે. રિઝર્વ બેંકની છ સભ્યોની એમપીસીની બેઠકમાં તમામ પાસાઓ ઉપર વિચારણા થઇ હતી. આરબીઆઈએ રિટેલ ફુગાવાનો અંદાજ ૪.૮થી ૪.૯ ટકા કર્યો છે જ્યારે બીજી અવધિ માટે ૪.૭ ટકા રખાયો છે. જાન્યુઆરી ૨૦૧૪માં આરબીઆઈએ છેલ્લી વખતે રેપોરેટમાં વધારો કર્યો હતો અને તે વખતે રેટ આઠ ટકા હતો ત્યારબાદથી રેટને ઘટાડવામાં આવી રહ્યો હતો અથવા તો યથાવત રાખવામાં આવી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આરબીઆઈની વર્ષ ૨૦૧૮-૧૯ની તેની પ્રથમ દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા ૫મી એપ્રિલના દિવસે જારી કરવામાં આવી હતી જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ, બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. એમએસએફ અને બેંક રેટ પણ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યા હતા. તમામ ચાવીરુપ રેટ યથાવત રાખવામાં આવ્યા હતા. તે પહેલા તેની ફેબ્રુઆરી સમિક્ષામાં એમપીસીએ કેશ રિઝર્વ રેશિયો અથવા તો સીઆરઆરને યથાવત ચાર ટકા અને રિવર્સ રેપોરેટને પણ યથાવત ૫.૭૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એસએલઆરને ૧૯.૫ ટકા યથાવત રાખવામાં આવ્યો હતો. પોલિસી સમીક્ષાની બેઠકમાં તમામ પાસાઓ ઉપર વિચારણા કરવામાં આવ્યા બાદ આજે પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. સ્કાયમેટ હવામાન વિભાગ દ્વારા નોર્મન્લ મોનસુનની વાત કરવામાં આવી ચુકી છે. કૃષિ ઉત્પાદનમાં વધારો થવાની વાત પણ થઇ રહી છે. કિંમતો ઉપર ઓછી અસર રહેનાર છે.

Related posts

રૂપિયા ૨૦૦૦ની નવી નોટ તબક્કાવાર રીતે ઓછી થશે

aapnugujarat

भारत को सबसे अधिक विदेशी निवेश पाने वाला देश बनने का प्रयास करना चाहिए : प्रसाद

aapnugujarat

અરૂણાચલ પ્રદેશ : વિદેશી પ્રવાસીને પ્રોત્સાહન અપાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1