Aapnu Gujarat
રાષ્ટ્રીય

SCOની બેઠકમાં વિદેશમંત્રી જ્યશંકરે પાકિસ્તાનને ગણાવ્યુ આતંકવાદનું પ્રવક્તા

ભારતીય વિદેશમંત્રી જ્યશંકરે શુક્રવારે પાકિસ્તાનના વિદેશમંત્રી પર તીખા પ્રહાર કર્યા હતા. શંઘાઈ સહયોગ સંગઠન(SCO)ના વિદેશમંત્રીઓની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા જયશંકરે કહ્યુ હતુ કે, બિલાવલ આતંકવાદી દેશના પ્રવક્તા બનીને આવ્યા હતા. જ્યશંકરે કહ્યું કે, SCOના સદસ્ય દેશના મંત્રી હોવાને કારણે તેમનું ઈજ્જત સાથે સ્વાગત કરવામાં આવ્યુ હતુ. પરંતુ તેઓએ આતંકવાદના પ્રવક્તા તરીકે કામ કર્યુ હતુ.
વિદેશમંત્રી જયશંકરે કહ્યુ કે, SCOના સદસ્ય તરીકે પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો જરદારીની સાથે બાકીના સદસ્ય દેશોના વિદેશમંત્રીની જેમ જ વ્યવહાર કરવામાં આવ્યો હતો. પરંતુ આતંકવાદના પ્રમોટર, પ્રોટેક્ટર અને આંતકવાદ ઉદ્યોગના પ્રવક્તા તરીકે પાકિસ્તાનની પોજીશનને કાઉંટર કરવામાં આવ્યુ હતુ.

જયશંકરનો ઈશારો ભુટ્ટોની પ્રેસ કોન્ફરન્સ પર હતો. પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો જરદારીએ આતંકવાદ સામે લડવા માટે SCO દ્વારા સામૂહિક દ્રષ્ટિકોણ અપનાવવા અને કૂટનીતિક ફાયદા માટે આતંકવાદને હથિયાર તરીકે વપરાશ નહીં કરવા માટે આહ્વાન કર્યુ હતુ. ભુટ્ટોએ ભારતના જમ્મુ કાશ્મીર પર પણ ભડકાઉ નિવેદન આપ્યા હતા. આ અંગેના પ્રશ્ન પર જયશંકરે કહ્યુ હતુ કે, પાકિસ્તાન આતંકી ઈન્ડસ્ટ્રીનું પ્રવક્તા છે. તેની કોઈ પણ વાતનો ભરસો કરી શકાય નહીં. પાકિસ્તાનને અરીસો બતાવતા ભારતના વિદેશ મંત્રીએ કહ્યુ હતુ કે, ભુટ્ટોની ભારત યાત્રા માત્ર SCOની બેઠક સુધી જ સીમિત જોવામાં આવે. આ સિવાય તેનો કોઈ અન્ય મતલબ ના કાઢવામાં આવે. પીડિત અને સાજિશકર્તા ક્યારેય એકસાથે બેસી ન શકે.

ઓગસ્ટ 2019માં ભારતે જમ્મૂ કાશ્મીરનો વિશેષ દરજ્જો પરત લીધા બાદ રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજીત કરવાના નિર્ણય પર ભારત અને પાકિસ્તાનના સબંધો બગડ્યા હતા. તમને જણાવી દઈએ કે, ભારત જી-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે .જેના કારણે તેની બેઠકો જમ્મુ કાશ્મીરમાં પણ કરવામાં આવશે. આ અંગે પાકિસ્તાની વિદેશમંત્રીએ વિરોધ નોંધાવ્યો હતો. ભુટ્ટોને જવાબ આપતા જયશંકરે કહ્યુ હતુ કે, જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હતુ, છે અને રહેશે. દેશના દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની જેમ જ જમ્મુ કાશ્મીરમાં પણ જી-20ની બેઠક થશે.

Related posts

CM Reddy cancels Chandrababu Naidu’s order by allowing CBI to investigate in AP

aapnugujarat

नैशनल हाइवेज को लीज पर देकर १०,००० करोड़ जुटाएगी सरकार

aapnugujarat

ખંડણી પ્રકરણમાંં ઇકબાલ કાસ્કર આઠ દિવસના રિમાન્ડ પર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1