Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ખંડણી પ્રકરણમાંં ઇકબાલ કાસ્કર આઠ દિવસના રિમાન્ડ પર

દેશના વાણિજ્ય પાટનગર મુંબઈમાં ખંડણીના આરોપસર ઝડપાઈ ગયેલા અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમના ભાઈ ઇકબાલ કાસ્પરને આઠ દિવસના રિમાન્ડ પર સોંપવાનો થાણે કોર્ટે આજે આદેશ કર્યો હતો. ઇકબાલ કાસ્કરના નજીકના સાગરિતોને પણ કોર્ટમાં સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ થાણે કોર્ટે તમામને રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો હતો. ઇકબાલ કાસ્પરની ધરપકડ થયા બાદથી અંધારી આલમમાં ભારે સનસનાટી મચેલી છે.
આ મહિનાની શરૂઆતમાં જ થાણે એઇસીનો હવાલો સંભાળી ચુકેલા પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદિપ શર્માના નેતૃત્વમાં આ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. તપાસમાં કાસ્કરનું નામ સપાટી ઉપર આવ્યા બાદથી જ તેની ગતિવિધિ ઉપર પોલીસ ટીમ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી હતી. કેસના સંદર્ભમાં થાણે અને મુંદરામાંથી બે બિલ્ડરોના નામ પણ સપાટી ઉપર આવ્યા છે. એક બિલ્ડરની ધરપકડ થઇ ચુકી છે. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નાના ભાઇ ઇકબાલ કાસ્કરની થાણે પોલીસે ગઇકાલે ધરપકડ કરતા અંધારી આલમમાં સોપો પડી ગયો હતો. કાસ્કરને ધરપકડ કરવામાં આવ્યા બાદ આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ઇકબાલની બળજબરીપૂર્વક ખંડણી વસુલ કરવા અને ધાક ધમકી આપવાના મામલે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની સાથે તેના બીજા ચાર સાગરીતોની ધરપકડ કરવામા ંઆવી હતી. તેમના પર ગંભીર આરોપો મુકવામાં આવ્યા છે. મુંબઇમાં સ્થિત તેના ઘરથી ઇકબાલની ધરપકડ કરવામા ંઆવી હતી. એમ કહેવામાં આવે છે કે જે ચાર લોકોની ધરપકડ કરવામાં આવ્યા બાદ એક્સટોર્શન સેલ દ્વારા જે શખ્સોની પુછપરછ કરવામાં આવી રહી છે તેમાં ઇકબાલ કાસ્કરનો પણ સમાવેશ થાય છે. ઇકબાલ કાસ્કરે એક બિલ્ડરને ફોન પર ધમકી આપીને તેની પાસેથી પૈસા એકત્રિત કરવાના પ્રયાસ કર્યા હતા. બિલ્ડર પાસેથી પહેલાથી જ ચાર ફ્લેટ લઇ ચુકેલા ઇકબાલ તેની પાસેથી વધુ રૂપિયાની માંગ કરી રહ્યો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે આ કેસમાં ઝડપાઇ ગયેલા લોકોમાં ઇકબાલ કાસ્કર એકલો શખ્સ નથી. તેની સાથે તાણે, અને મુંમ્બરાના બે બિલ્ડરોની પણ ધરપકડ કરવામા ંઆવી છે. ઝડપાઇ ગયેલા બિલ્ડરો પૈકી એક પર આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ છે. પોલીસે કહ્યુ છે કે કાસ્કર બિલ્ડરને પોતાના ભાઇ દાઉદના નામે ધમકાવતો હતો. કાસ્કરે બિલ્ડર પાસેથી જંગી નાણાં માંગ્યા હતા. એવુ પણ જાણવા મળ્યુ છે કે થાણે, ઉલ્હાસનગર અને ડોમ્બીવલીમાં અનેક એવા બિલ્ડર છે જે કાસ્કરને ખંડણીના નામે જંગી નાણાં આપી ચુક્યા છે. દાઉદના નામ ઉપર બિલ્ડરોને ધમકી આપવામાં આવી રહી હતી. આજે તમામને થાણે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. નામ જાહેર નહીં કરવાની શરતે અધિકારીઓએ કહ્યું છે કે, કાસ્કરની ધમકીથી ત્રાસી ગયેલી વ્યક્તિએ અંતે થાણે પોલીસ કમિશનર પરમવીરસિંહનો સંપર્ક કર્યો હતો. ફરિયાદ અને પુરાવામાં ધ્યાન આપ્યા બાદ પ્રદિપ શર્મા તપાસસાથે આગળ વધ્યા હતા.
કાસ્કર સામે મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્‌ડ ક્રાઈમ એક્ટ હેઠળ પણ કેસ દાખલ કરવામાં આવી શકે છે. કાસ્કર પ્રથમ વખત સકંજામાં આવ્યો નથી. ફેબ્રુઆરી ૨૦૧૫માં પણ ખંડણીના કેસમાં તેની ધરપકડ કરાઈ હતી પરંતુ જામીન મળી ગયા હતા.
રિયલ એસ્ટેટ એજન્ટ મોહમ્મદ સલીમ શેખ દ્વારા કાસ્કર અને તેના લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી અને માર મારવા અને ત્રણ લાખ રૂપિયા લઇ લેવાનો આક્ષેપ કર્યો હતો. કાસ્કર હત્યા કેસમાં પણ વોન્ટેડ રહી ચુક્યો છે. સારા સહારા કેસમાં પણ તેની મહત્વની ભૂમિકા રહી છે. આ કેસમાં સરકારી જમીન ઉપર ગેરકાયદે ઇમારતનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ કોર્ટે ૨૦૦૭માં બંને દેશોમાં તેને નિર્દોષ છોડી મુક્યો હતો.

Related posts

શાકભાજી-કઠોળના ભાવ ઘટ્યા છતાં પણ WPI ફુગાવો ૫.૨૮

aapnugujarat

પેટીએમ મોલમાં ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ

aapnugujarat

મનોહર પારીકર પંચમહાભૂતમાં વિલિન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1