Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

કોરોના વાયરસ હવે વૈશ્વિક મહામારી નહીં : WHO

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોના વાયરસને લઈને દુનિયાને મોટી રાહત આપી છે. WHOએ કોવિડ વિશે મોટી જાહેરાત કરી અને કહ્યું કે કોવિડ હવે પબ્લિક ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી રહી નથી. આ અંગેનો નિર્ણય ઈમરજન્સી કમિટીની 15મી બેઠકમાં લેવામાં આવ્યો હતો. WHOના ડાયરેક્ટર-જનરલ ડૉ. ટેડ્રોસે કહ્યું, “ગઈકાલે ઈમરજન્સી કમિટીની 15મી વખત બેઠક મળી. મને કોવિડ-19ને વિશ્વમાં ગ્લોબલ હેલ્થ ઈમરજન્સીના દાયરાની બહાર જાહેર કરવાની ભલામણ કરવામાં આવી. મેં તેમની સલાહ સ્વીકારી છે.”

WHOએ કહ્યું કે છેલ્લાં એક વર્ષમાં કોવિડના કેસોમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને પબ્લિક ગ્લોબલ હેલ્થ ઈમરજન્સીમાંથી કોરોનાને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંગઠને કહ્યું કે કોરોનાની એટલી મોટી અસર થઈ કે શાળાથી લઈને ઓફિસો બંધ રહી. આ સમય દરમિયાન ઘણા લોકો તણાવ અને ચિંતામાંથી પસાર થયા હતા. તેણે વિશ્વની અર્થવ્યવસ્થા પર પણ અસર કરી. WHOના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસે કહ્યું કે વૈશ્વિક સ્વાસ્થ્ય ઈમરજન્સીમાંથી કોરોનાને દૂર કરવાનો અર્થ એ નથી કે કોવિડ ખતમ થઈ ગયો છે. હજુ પણ નવા વેરિએન્ટ આવી રહ્યા છે.

WHOએ કહ્યું કે તારીખ 30મી જાન્યુઆરી 2020ના રોજ કોવિડને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરવામાં આવી હતી. જોકે WHOએ સ્પષ્ટ કહ્યું છે કે કોરોના હજુ પણ વૈશ્વિક સ્વાસ્થ્ય માટે ખતરો છે. WHOના જણાવ્યા અનુસાર જ્યારે કોરોનાને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી, ત્યારે ચીનમાં 100થી ઓછા કોરોનાના કેસ જોવા મળ્યા હતા.

WHOએ કહ્યું કે, વિશ્વભરમાં ખતરનાક બનેલા કોરોનાના કારણે શાળાથી લઈને ઓફિસો સુધીની જગ્યા બંધ રાખવામાં આવી હતી. આ સમય દરમિયાન ઘણા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા, તેઓ તણાવમાં આવી ગયા હતા અને ઘણી ચિંતાઓમાંથી પસાર થયા હતા. કોરોનાએ વિશ્વની અર્થવ્યવસ્થાને પણ ઘણું નુકસાન પહોંચાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, WHOની જાહેરાત બાદ વિશ્વભરના મોટાભાગના દેશોએ હાશકારો અનુભવ્યો છે.

Related posts

અફઘાનિસ્તાનમાં અખુંદઝાદાને સુપ્રીમ લીડર તરીકે નિમણૂંક કરવા સર્વસંમતિ

editor

WHO टीम ने चीन में कोविड-19 जांच मिशन की शुरुआत की

editor

कोरोना वायरस : वैश्विक आंकड़ा 66 लाख के पार,3.89 लाख लोगों की मौत

editor

Leave a Comment

UA-96247877-1