Aapnu Gujarat
ગુજરાત

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા બાલ સેવા કેન્દ્ર ખાતે બાળ દિનની ઉજવણી કરાઇ

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા બાલ સેવા કેન્દ્ર ખાતે બાળ દિનની ઉજવણી કરાઇ તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા મહાત્મા ગાંધી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કાર્યરત બાલ સેવા કેન્દ્ર ખાતે બાળ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બાલ સેવા કેન્દ્રમાં ડેકોરેશન કરી બાળકોને નેઇલ કટર, સાબુ, નેપ્કીન સાથેની કીટ તથા ફ્રુટની કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડો.મહેરઅસ્મા રંગુનવાલા, પ્રા.આ.કેન્દ્ર કરકથલના મેડિકલ ઓફિસર ડો.ધનશ્રી ઝવેરી, તાલુકા હેલ્થ ઓફિસના સુપરવાઇઝર ગૌરીબેન મકવાણા, કાન્તિભાઇ મકવાણા, વહિવટી અધિકારી આર.પી.પરમાર, બાલ સેવા કેન્દ્રના જ્યોત્સનાબેન વિરગામા સહિત મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ તથા બાલ સેવા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે બાળ દિનની ઉજવણી કરવામાં આવી હતી. શણગારેલા બાલ સેવા કેન્દ્રમાં બાળકોને ઉપમા, શિરો સહિતનો પોષણ સભર આહાર આપવામાં આવ્યો હતો. બાલ સેવા કેન્દ્રમાં નિયમીત આવતુ હોય, તેના વજનમાં સતત વધારો થયો હોય તથા બાળકની માતા વ્યક્તિગત સ્વચ્છતા માટે આતુર હોય તેવા બાળકોની પસંદગી કરીને “ આજનું ગુલાબ” નામની કીટ આપવામાં આવી હતી. આ ઉપરાંત બાલ સેવા કેન્દ્રમાં દાખલ તમામ બાળકોને ફ્રુટની કીટ આપવામાં આવી હતી. તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના ફિમેલ હેલ્થ સુપરવાઇઝર દ્વારા ઉપસ્થિત માતાઓને બાળકોને યોગ્ય આહાર આપી સારસંભાળ રાખવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.રિપોર્ટર : નીલકંઠ વાસુકીયા (વિરમગામ)

Related posts

સમગ્ર જુલાઇ મહિના દરમિયાન વડોદરા શહેર-જિલ્લામાં મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારવાની કામગીરી હાથ ધરાશે 

aapnugujarat

નોકરી માટે વિદેશ જતાં શ્રમિક માટે જાહેર થયેલી માર્ગદર્શિકા

aapnugujarat

રાજપીપલા ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણીના ભાગરૂપે જનજાગૃત્તિ રેલી યોજાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1