Aapnu Gujarat
ગુજરાત

કેબિનેટ મંત્રી પ્રદીપભાઈ પરમાર શક્તિપીઠ બહુચરાજીના દર્શનાર્થે

વિનોદ મકવાણા, મહેસાણા

રાજ્યના સામાજિક અને ન્યાય વિભાગના કેબિનેટ મંત્રીશ્રી પ્રદીપ પરમારે મંત્રી બન્યા બાદ પ્રથમ વાર મહેસાણા જિલ્લાના શક્તિપીઠ બહુચરાજી ખાતે પરિવાર સાથે માતાજીના દર્શન કર્યા હતા. આજે મા બહુચર ના ચરણોમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ માતાજીની શ્રીફળ, પ્રસાદ, ચૂંદડી વગેરે ચડાવી ને પૂજા અર્ચના કરી હતી અને ખાસ ચાલી રહેલી કોરોના મહામારી માંથી વિશ્વ ને કોરોના મુક્ત કરવા અને લોકો ના સારા સ્વાસ્થ્ય માટે નત મસ્તકે માના ચરણોમાં પ્રાર્થના કરી હતી

આ પ્રસંગે મંદિરના પુજારીએ મંત્રીશ્રીને પ્રસાદી રૂપે માતાજીની ચૂંદડી અને તેમના પત્નીને સાડી ભેટ આપી હતી તેમજ ટેમ્પલ ટ્રસ્ટના હોદ્દેદારો,સામાજિક અને રાજકીય અગ્રણીઓ તથા ભાજપના કાર્યકરો દ્વારા પુષ્પગુચ્છ તથા માતાજીનો ફોટો આપી સન્માન કર્યું હતું.

પ્રદીપ પરમારે પોતાના નિવેદન માં જણાવ્યું હતું કે તેઓ કચ્છ માં માતા ના મઢ ના પણ દર્શન કર્યા છે અને અહીં બહુચર માતા અમારી કુળ દેવી છે માટે હું દર મહિને અહીં આવુ છું પરંતુ અત્યારે નવરાત્રિ ચાલતી હોવાથી નવલા નોરતા માં આજે અમે અહીં પરિવાર સાથે આવ્યા છીએ અને માના ચરણોમાં વિશ્વ ને કોરોના મુક્ત કરવા અને લોકો ના સારા સ્વાસ્થ્ય માટે નત મસ્તકે માના ચરણો માં પ્રાર્થના કરી

Related posts

AMC to designate 15 new private hospitals as ‘Covid hospital’

editor

सौराष्ट्र और दक्षिण गुजरात में लगातार भारी बारिश जारी रही

aapnugujarat

મહીસાગરમાં જાનૈયાઓનો ટેમ્પો પલ્ટ જતાં બેના મૃત્યુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1