Aapnu Gujarat
મનોરંજન

૯મી ઓક્ટોબરથી સોની સબ વીકમાં છદિવસ આપશે મનોરંજન

સોની સબે ચેનલ તરીકે ખુશી ફેલાવવાની તેની કટિબદ્ધતા વિસ્તારવા માટે મોટી છલાંગ લગાવી હોઈ હવે તેના બધા શોના નવા એપિસોડ સપ્તાહના ૬ દિવસ પ્રસારિત કરશે. હા, ચાહકો હવે તેમના બધા ફેવરીટ શો ૯મી ઓક્ટોબરથી સોમવારથી શનિવાર સુધી જોઈ શકશે. સોની સબની હળવીફૂલ કન્ટેન્ટ અને અજોડ પાત્રો દર્શકોનનાં મનને સ્પર્શવાનું ચાલુ રાખશે અને શો હવે સપ્તાહના ૬ દિવસ પ્રસારિત થવાનો હોવાથી ખુશીનું તત્ત્વ વધુ ભવ્ય અને બહેતર બનશે.
સપ્તાહના ૬ દિવસ કાર્યક્રમ શરૂ કરવા માટે સોની સબે સ્પેશિયલ મહાસંગમ શનિવાર માટે સ્વર્ણિમ અને ઊર્જાત્મક જોડી રાખી સાવંત અને કેતન સિંહને રોક્યાં છે. રાખી અને કેતન ૨૧ રાજ્યોમાં લૂંટ ચલાવનારાં અને નાસતાં ફરતાં બેગમ અને બાદશાહ નામે અત્યંત કુખ્યાત ચોરની ભૂમિકા ભજવતાં જોવા મળવાનાં હોવાથી દર્શકો માટે આ રોમાંચક અનુભવ બની રહેશે. કોઈ તેમનાં સાચાં નામ અને અસલી ચહેરો જાણતાં નથી, કારણ કે તેમમે લોકોને વેશપલટો કરીને ઠગ્યા છે. ફક્ત પોલીસ તેમના અવતાર અને તેમના સિગ્નેચર બેગમ બાદશાહ કાર્ડ પરથી તેમને ઓળખે છે. બંને આ વિશેષ મહાસંગમ પર સોની સબના બધા શોમાં દર્શકોનું મનોરંજન કરતાં જોવા મળશે, શનિવારે ૯મી ઓક્ટોબરે સાંજે ૭.૩૦થી રાત્રે ૧૧ વાગ્યા સુધી.

સોની સબ પર પહેલી જ વાર આવી રહેલી રાખી સાવંતે જણાવ્યું કે સોની સબે લોકોના જીવનમાં ખુશી લાવવા માટે હંમેશાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે અને આ જોડાણનો હિસ્સો બનવાની મને બેહદ ખુશી છે. સપ્તાહના છ દિવસ તેમના બધા શોનું પ્રસારણ કરવાનો સોની સબનો નિર્ણય ખુશી આપનારો છે, કારણ કે હું માનું છું કે મનોરંજન સામે ક્યારેય પૂર્ણવિરામ નહીં મુકાવું જોઈએ. મહાસંગમ શનિવાર માટે કેતન અને હું ચેનલના શોની વાર્તારેખામાં રોમાંચક વળાંકો લાવીશું અને તે દર્શકોને જકડી રાખશે. હું ખાતરી આપું છું કે દર્શકોને આ શનિવારે રોમાંચ, થ્રિલ અને પાવર- પેક્ડ પરફોર્મન્સનું એકીકરણ તેમના દરવાજા ખખડાવશે ત્યારે તેમને મજા આવવાનીછે, ક્યૂ કી જહાં રાખી સાવંત હોતી હૈ વહાં એન્ટરટેઈનમેન્ટ કભી નહિ રૂકતા.

વાગલે કી દુનિયામાં રાજેશની ભૂમિકા ભજવતો સુમીત રાઘવન કહે છે, હું માનું છું કે સોની સબ દ્વારા આ ઉત્તમ પહેલ છે, કારણ કે તેણે તેમના વફાદાર દર્શકોના લિવિંગ રૂમમાં મનોરંજનનો વધારાનો દિવસ લાવવા માટે એક પગલું આગળ મૂક્યું છે. ચાહકોએ અમારી પર ભરપૂર પ્રેમ વરસાવ્યો છે અને તેમની એકધારી સરાહનાથી જ ચેનલને દર્શકોના રોજના જીવનમાં મનોરંજનનો વધારાનો દિવસ ઉમેરવાની પ્રેરણા મળી છે. દર્શકો હવે તેમને માટે અમે લાવી રહ્યા છીએ તે અદભુત કન્ટેન્ટની લાઈન-અપ આરામથી બેસીને માણી શકશે અને તેમને માટે આગળ શું આવવાનું છે તે તપાસી શકશે.

શુભ લાઊભ- આપકે ઘર મેંમાં સવિતાની ભૂમિકા ભજવતી ગીતાંજલી ટીકેકર કહે છે, મહાસંગમ શનિવાર ઘણી બધી તકો અને એકબીજામાં ગૂંથેલી વાર્તાઓ લાવશે. રાખી અને કેતનના ઉમેરા સાથે એપિસોડ રોચકતા અને સસ્પેન્સ નિર્માણ કરશે તે જોવાની મજા આવશે, કારણ કે તેઓ આ જ હેતુથી અહીં આવ્યા છે. હું માનું છું કે હવે તમારા દર્શકોને સપ્તાહમાં છ દિવસ મળવાનો યોગ આશીર્વાદરૂપ છે અને હું ગર્વથી કહી શકું છું કે અમારા દર્શકોમાં ખુશી ફેલાવનારા અમે રાજદૂત છીએ. આથી જોતા રહો અને માણવા રહો, ૯મી ઓક્ટોબરથી આરંભ કરતાં રોમાંચનો વધારાનો ડોઝ.

Related posts

રાયન સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાએ મને મારા બાળકોની સલામતી વિશે ડરાવી દીધો છે : સંજય દત્ત

aapnugujarat

कंगना मामले में बॉम्बे हाईकोर्ट का राउत से सवाल – बताएं किसे कहा था हरामखोर

editor

बॉलिवुड में डेब्यू करेगी टीवी ऐक्ट्रेस हिना खान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1