Aapnu Gujarat
ગુજરાત

યુ.કે. વાયબ્રન્ટ સમિટ ૨૦૧૯માં પાર્ટનર દેશ નહીં બને

ગત સપ્તાહે અમેરિકા દ્વારા વાયબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૯માં પાર્ટનર બનવાનો ઇન્કાર કરવામાં આવ્યા બાદ હવે બ્રિટને પણ આ સમિટમાં પાર્ટનર બનવાની ના પાડી દીધી છે. જેથી હવે આ બંને દેશોમાં સરકારી પ્રતિનિધિઓ આગામી વાયબ્રન્ટ સમિટમાં સામેલ નહીં થાય પરંતુ તેમના દેશના ઉદ્યોગપતિ અને કંપનીઓ ભાગ લેશે.એક અંગ્રેજી મીડિયાને ચીફ સેક્રેટરી ડૉ. જે.એન. સિંગે જણાવ્યુ હતું કે યુ.કે. આગામી જાન્યુઆરી ૨૦૧૯માં યોજાનાર વાયબ્રન્ટ સમિટમાં પાર્ટનર દેશ તરીકે ભાગ નહીં લે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૯માં ૧૭થી ૨૦ જાન્યુઆરી દરમિયાન વાયબ્રન્ટ સમિટ યોજાનાર છે. જો કે અમેરિકા અને યુ.કે. ભલે પાર્ટનર દેશ ન બને પરંતુ આ દેશના ઉદ્યોગ જૂથો આ સમિટમાં ભાગ લઇ શકે છે.વાયબ્રન્ટ ગુજરાતની ઓફિસિયલ વેબસાઇટ અનુસાર કેનેડા, ચેક રિપબ્લિક, ડેન્માર્ક, ફ્રાંસ, જાપાન, નેધરલેન્ડ, નોર્વે, સાઉથ કોરિયા, થાઇલેન્ડ, યુએઇ અને ઝુબેકિસ્તાન આગામી વાયબ્રન્ટ સમિટમાં પાર્ટનર બનશે. પોલેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ પાર્ટનર બનવા અંગે સહમતિ પણ વ્યક્ત કરી દીધી છે. વર્ષ ૨૦૧૭માં યોજાયેલ વાયબ્રન્ટ સમિટમાં ૨૫ લાખ કરોડની કિંમતના ૨૧૯૧૦ એમઓયુ સાઇન થયા હતા.

Related posts

गांधीनगर सचिवालय में 30 से ज्यादा कर्मचारी कोरोना से संक्रमित

editor

ગાંધીનગર મનપા ચૂંટણી : ૪૪ બેઠકો માટે ૪૦૦થી વધુ દાવેદારો

editor

ભાવનગર ખાતે એક અનોખા રાસ – ગરબાના કાર્યક્રમનું આયોજન

editor

Leave a Comment

UA-96247877-1