Aapnu Gujarat
ગુજરાત

દિવાળીના દિવસો પછી અનેક કારખાનાં બંધ

વિશ્વના સૌથી મોટા ડાયમન્ડ કટિંગ-પોલિશિંગ હબ સુરતમાં દિવાળી પહેલાંથી જ હીરાના કારખાનાઓમાં મંદીની અસર જોવા મળી હતી, તેમાં હવે ક્રિસમસની ખરીદી નહીં નીકળતાં હીરાબજારનું નૂર ઊડી ગયું છે. નાના અને પોલિશ્ડ હીરાનું સૌથી મોટું માર્કેટ સુરત હોઈને મંદી વધતાં દિવાળી વેકેશન પછી પણ ૩૦ ટકાથી વધુ નાના કારખાનાઓ શરૂ થઈ શક્યા નથી.દિવાળી પછી હીરા ઉદ્યોગને પૂર્વવત્‌ થતાં. ૧ ડિસેમ્બર, ર૦૧૮ સુધીનો સમય લાગશે તેવી ધારણા હતી, જે હવે લંબાઈ શકે છે. સૌથી પહેલાં મોટી ફેક્ટરીઓમાં હીરાનું કામકાજ શરૂ થશે. નાના યુનિટને શરૂ થતાં હજુ પખવાડીયું નીકળી જાય તેવી શક્યતા છે. નાના કારખાનેદારો પાસે કામ જ ન હોય તો તેઓ કારીગરોને કારખાને બેસાડીને વગર કામનો પગાર કેમ ચૂકવે એ મુશ્કેલીએ નાના હીરાના કારખાનાઓને કામ મળતાં હજુ ૧પ દિવસ લાગશે.દિવાળી અગાઉ જ હીરાબજારમાં મજબૂત ડોલર અને મોંઘા રફ હીરાની વિપરીત અસર જોવા મળી હતી અને નાના યુનિટો માટે કામગીરી મુશ્કેલ બની હતી. આ સ્થિતિમાં અનેક નાના યુનિટો બંધ થયા હતા. બેન્કિંગ ક્ષેત્ર દ્વારા ધિરાણના મામલે સખ્તાઈ રાખવામાં આવી તેની પણ સ્પષ્ટ અસર જોવા મળતી હતી.
દરમિયાન, ક્રિસમસ માટે પણ બહુ પ્રોત્સાહક ઓર્ડર મળવાની અપેક્ષા હતી. દિવાળીના તહેવારો માટે સ્થાનિક બજારની માગ પણ તળિયે હતી. જ્યારે અમદાવાદના હીરાના કારખાનાઓમાં દિવાળી પૂર્વે ફૂલ તેજી હતી. એટલું કામ હતું કે દિવાળીની રજાઓમાં પણ કારીગરો કામ કરવા માટે તૈયાર હતા. પરંતુ ક્રિસમસમાં જ્વેલરીની માગમાં ઘટાડો થતાં અમદાવાદના હીરાબજારને પણ તેની અસર પડી છે.

Related posts

વિજાપુરમાં ઉત્તર ગુજરાત સ્થાનકવાસી જૈન મહાસંઘ દ્વારા અભિનંદન સમારોહ

editor

જિજ્ઞેશ મેવાણી ગૃહમાં એવું તો શું બોલ્યા કે નીતિનભાઈ ઉકળી ગયા

aapnugujarat

પીએસઆઇ દેવેન્દ્રસિંહ આપઘાત કેસ : DYSP પટેલની કોઇપણ સમયે ધરપકડના ભણકારા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1