Aapnu Gujarat
ગુજરાત

માલધારીઓ માટે સરકારે કરી મોટી વ્યવસ્થા, ૧૨ જેટલી રેલવે રેક કચ્છમાં

કચ્છ જીલ્લામાં નહીવત વરસાદ પડતા અછતની પરિસ્થતિનું નિર્માણ થયું છે. જીલ્લામાં ઉભી થયેલ ઘાસચારાની સમસ્યાને પહોંચી વળવા માટે રાજય સરકાર દ્વારા ટ્રેનની રેક મારફતે ઘાસ ફાળવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કચ્છ જીલ્લામાં ૧૨ જેટલી રેક આવી ચુકી છે. જેમાં અત્યાર સુધી ૩.૧૧ કરોડનું ઘાસ વિતરણ કરવામાં આવ્યું છે.કચ્છ જીલ્લામાં દુષ્કાળ પરિસ્થિતિ વિકટ બનતા માલધારીઓને હિજરત કરવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. માલધારીઓની હિજરત અટકાવવા માટે રાજય સરકાર દ્વારા રેલવેની રેક મારફતે ઘાસ કચ્છ જીલ્લામાં પહોચાડવામાં આવ્યું છે. વલસાડથી ૧૨ જેટલી રેલવે રેક કચ્છમાં પહોંચી છે.કચ્છ જીલ્લામાં ૧૮ લાખ જેટલું પશુધન આવેલું છે.
વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને ૨૧૯ જેટલા ઘાસડેપો ખોલવામાં આવ્યા છે. તમામ ઘાસ ટ્રક મારફતે ઘાસડેપોમાં ફાળવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા કરોડોનું ઘાસ ફાળવામાં આવ્યું છે. તેમજ પાંજરાપોળ અને ગૌશાળાને ૩.૫૪ કરોડ રૂપિયાની સહાય ચૂકવામાં આવી છે.વહીવટી તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે જીલ્લામાં પૂરતા પ્રમાણમાં ઘાસનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. હવે કચ્છના માલધારીઓને ઘાસ માટે હિજરત નહિ કરવી પડે. જીલ્લામાં ઉભી થયેલ અછત અને દુષ્કાળ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકાર અને વહીવટી વિભાગ દ્વારા ઘાસની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

Related posts

ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત APMC સયાજીપુરા ખાતે જિલ્લા કક્ષાનો કૃષિ મેળો યોજાયો

aapnugujarat

કાઠી સમાજની ૭૦૦ વષઁ બાદ પણ ઉપવાસની પરંપરા યથાવત

editor

શહેરીજનો ઈ-વેસ્ટ નિકાલ મામલે ઉદાસીન : હેવાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1