Aapnu Gujarat
ગુજરાત

શહેરીજનો ઈ-વેસ્ટ નિકાલ મામલે ઉદાસીન : હેવાલ

અમદાવાદ શહેરની ૬૫ લાખની વસ્તી દ્વારા રોજબરોજ ઘણી મોટી માત્રામાં ઈ-વેસ્ટનો ભંગાર બહાર કાઢવામાં આવી રહ્યો છે.આ પરિસ્થિતિમાં શહેરમાંથી નીકળતા ઈ-વેસ્ટનો યોગ્ય નિકાલ થાય એ માટે મ્યુનિસિપલ તંત્ર દ્વારા કાર્યરત કરવામાં આવેલી મોબાઈલ એપ ડાઉનલોડ કરવામાં માત્ર ૨૦૦ ઉપરાંત લોકો દ્વારા દોઢમાસમાં ઉત્સાહ બતાવવામાં આવ્યો છે.આ અંગે મળતી માહીતી અનુસાર,અમદાવાદી નાગરિકો દ્વારા રોજબરોજ કોમ્પ્યુટર તેની હાર્ડ ડિસ્ક,મોબાઈલ,પ્રિન્ટર લાઉડ સ્પીકરથી લઈને મધરબોર્ડ,પંખા,એસી,માઈક્રોવેવ સહીતની અનેક ચીજો ભંગારનારૂપમાં તેમના ઘર અથવા ઓફિસમાંથી બહાર કાઢવામાં આવતી હોય છે.પ્રદૂષણના નિયમો અનુસાર આ ઈ-વેસ્ટના કારણે પણ શહેરના પર્યાવરણ ઉપર તેની અસર પહોંચતી હોઈ દોઢ માસ અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલી ઈ-વેસ્ટ માટેની એપ્સનું રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લોન્ચિંગ કરવામાં આવ્યુ હતુ.૪૫ દિવસના સમયગાળા દરમિયાન અમદાવાદ શહેરના છ ઝોનમાં વસતા રહીશો પૈકી માત્ર ૨૦૦ ઉપરાંત લોકો દ્વારા જ આ એપ્સ ડાઉનલોડ કરવામાં આવી હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવારસૂત્રો દ્વારા કહેવામાં આવ્યુ છે.આ સાથે જ ૧૩૦ થી વધુ લોકોએ કંપની પાસે કવોટેશન માંગ્યા હતા.જેથી કંપની દ્વારા તેમની વસ્તુઓ સામે તેમને ભાવ પણ આપ્યા હતા.કંપની તરફથી આપવામાં આવેલા આ ભાવ પણ માત્ર ૧૧ લોકોએ જ સ્વીકાર્યા છે.આ એપ્સની એક વિશેષતા એ છે કે ઘેર કે ઓફિસેથી એપ્સ ઉપર જાણ કરવાથી કંપની ચીજો અંગેના ભાવ આપે છે..લેપટોપ કે ડેસ્કટોપ જેવી ચીજો બંધ હાલતમાં હોય તો તેના ભાવ પ્રતિ કિલો રૂપિયા ૨૦ અને ચાલુ હાલતમાં હોય તો પ્રતિ કિલો રૂપિયા ૨૫૦ સુધીના ભાવ પણ આપવામાં આવે છે.ઉપરાંત તે સ્થળ ઉપર પહોંચી પોતાના વાહનમાં આ ચીજો લઈ જાય છે.આમ છતાં અમદાવાદના લોકો દ્વારા ઈ-વેસ્ટના નિકાલ મામલે ઉદાસીનતા બતાવવામાં આવી છે.કોન્ટ્રાકટની શરત મુજબ કંપનીને ૨૦ વર્ષનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે.જે અમદાવાદના લોકો પાસેથી એકઠો કરેલો ઈ-વેસ્ટ ધોળકા પાસે આવેલા વૌઠા પાસેના પ્લાન્ટમાં રિસાયકલ કરે છે.મહત્વની બાબત એ ધ્યાન ઉપર આવી છે કે મ્યુનિસિપલ સિવિક સેન્ટર અને ઝોનલ ઓફિસ બહાર મુકવામાં આવેલા ઈ-વેસ્ટ માટેના બિન હજુ સુધી ખાલી જ રહેવા પામ્યા છે.

Related posts

વડાપ્રધાનના જન્મ દિવસ નિમિતે અમદાવાદ જિલ્લામાં ૪૦ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયા

aapnugujarat

પ્રાંતિજના કમાલપુરમા ચાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ

editor

દેવપુરા નર્મદા કેનાલમાં ૪ યુવતીઓએ ઝંપલાવી દીધું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1