Aapnu Gujarat
ગુજરાત

પ્રાંતિજના કમાલપુરમા ચાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ

પ્રાંતિજથી અમારા સંવાદદાતા ઉમંગ રાવલ જણાવે છે કે,સાબરકાંઠા જિલ્લાના કમાલપુર ખાતે ખેતર જવાના રસ્તા ઉપર પથ્થરો મુકેલ હોય કહેવા જતા ધારીયુ મારી ઈજાઓ કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા ચાર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
પ્રાંતિજના કમાલપુર ખાતે ખેતરના રસ્તાની બાબતે બબાલ થતા ચાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે પ્રાંતિજના કમાલપુર ગામ પાસે આવેલ ખેતરમા જવાના રસ્તા ઉપર આ કામના આરોપીઓ દ્રારા રસ્તા વચ્ચોવચ પથ્થરો મુકેલ હતા. પટેલ અરવિંદભાઈ કહેવા જતા આ કામના આરોપીઓ અમરસિંહ કાળુસિંહ રાઠોડ, મિઠુસિંહ અમરસિંહ રાઠોડ તથા મિઠુસિંહના પત્ની તથા મિઠુસિંહના દિકરો એકસંપ થઇ પટેલ અરવિંદભાઈ મગનભાઇને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ કામના આરોપી દ્રારા બોલાચાલી દરમ્યાન બાજુ મા પડેલ ધારીયા વડે હુમલો કરતા અરવિંદભાઈ પટેલ નીચે નમી જતા તેવોને કાન સહિતના ભાગે ઇજાઓ પોહચી હતી. તેવોને પહેલા પ્રાંતિજ અને વધુ સારવાર અર્થે પ્રાંતિજથી હિંમતનગર ખાતે ખસેડવામા આવ્યા હતા. ગાળો બોલી ધારીયા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા પટેલ અરવિંદભાઈ પટેલ દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમા મિઠુસિંહ અમરસિંહ રાઠોડ, અમરસિંહ હાલુભાઇ રાઠોડ, મિઠુસિંહ રાઠોડ ના પત્ની, મિઠુસિંહ રાઠોડનો દિકરો સહિત કુલ ચાર વિરૂધ્ધ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે ગુનોનોધી આગળની કાર્યવાહી હાથધરી હતી.

Related posts

મોબાઈલ પશુ દવાખાનાનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

editor

મા ખેલ મહાકુંભનો રાજકોટ ઝોન કક્ષાનો સમાપન સમારોહમોટી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.

aapnugujarat

આજે આઇ.ટી.આઇ. ગોરવા ખાતે ભરતી મેળો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1