Aapnu Gujarat
ગુજરાત

વડાપ્રધાનના જન્મ દિવસ નિમિતે અમદાવાદ જિલ્લામાં ૪૦ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે વિરમગામ તાલુકા સહિત સમગ્ર અમદાવાદ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે ૪૦ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સર્વરોગ નિદાન કેમ્પમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર અને નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીઓની તપાસ કરીને જરૂરી સલાહ, સુચન, સારવાર નિઃશુલ્ક આપવામાં આવી હતી. જરૂરીયાત મુજબ દર્દીઓની સ્થળ પર લેબોરેટરી તપાસ કરવામાં આવી હતી.
તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યું હતું કે, અમદાવાદ જીલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવ, જીલ્લા આરસીએચઓ ડો.ગૌતમ નાયક અને જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ચિંતન દેસાઇના માર્ગદર્શન મુજબ વિરમગામ સહિત અમદાવાદ જિલ્લાના વિવિધ ૪૦ પ્રા.આ.કેન્દ્ર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં તાવ, ઝાડા, શરદી, ઉધરસ, પાંડુરોગ, બ્લડ પ્રેશર, ચામડીના રોગ, ડાયાબીટીશ, આખના રોગ, શંકાસ્પદ સર્વાઇકલ કેન્સર, શંકાસ્પદ બ્રેસ્ટ કેન્સરની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત લોકોને જુથ ચર્ચા અને કાઉન્સેલીંગ સેશન દ્વારા આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.


(તસવીર / અહેવાલ :- વંદના નીલકંઠ વાસુકિયા, વિરમગામ)

Related posts

લોકડાઉન અંગે ચર્ચા-વિચારણા બાદ યોગ્ય નિર્ણય લેવાશે: રૂપાણી

editor

અમદાવાદ પોલીસ કમિશનરે પણ ફટાકડા નહીં ફોડવા આદેશો કર્યા

aapnugujarat

२०१२ में भाजपा ने ११६ सीटों पर जीत हासिल की

aapnugujarat

Leave a Comment

UA-96247877-1