Aapnu Gujarat
ગુજરાત

લોકડાઉન અંગે ચર્ચા-વિચારણા બાદ યોગ્ય નિર્ણય લેવાશે: રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, એક વર્ષ થી કોરોના સામે દેશ સંઘર્ષ કરી રહ્યુ છે.હજી પણ કેસ વધવાની ભીતિ છે,ત્યારે કોરોનાથી ડરવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે.વધતા સંક્રમણને નાથવા માટે દરરોજ નું વેક્સીનેશન માં વધારવામાં આવ્યું છે.તેમજ કોરોના ટેસ્ટીંગ માં પણ વધારો કરવામાં આવ્યો છે.સંજીવની રથ તેમજ ૧૦૪ ની વ્યવસ્થા કરેલ છે તેમજ આગામી સમય બીજા ૧૦૦ સંજીવની રથની વ્યવસ્થા કરવામાં આવશે.તેમજ સરકારે ખાનગી નર્સિંગ ને કોરોનાની ટ્રીટમેન્ટ માટે છૂટ આપી છે.વધુ માં તેમને જણાવ્યું કે,માસ્ક અને વેક્સીન જ હાલ શસ્ત્ર છે.અત્યાર સુધી ૭૦ લાખ લોકો ને રસીકરણ કરી દેવામાં આવ્યું છે.દરરોજ ૪ લાખ થી વધુ રસીકરણ કરવામાં આવે છે. ટેસ્ટીંગ નું પ્રમાણ વધારી દેવાયું છે.રેમડેસીવીર ઇન્જેક્શન જ સંજીવની છે ત્યારે તેના ડોઝ માં વધારો કરી દેવામાં આવ્યો છે. દરરોજ ૬૦,૦૦૦ નું ટેસ્ટીંગ થતું હતું તે વધારી ને ૧,૨૦,૦૦૦ કરવામાં આવ્યું છે. અને હાઈકોર્ટના લોકડાઉન નિર્દેશ અંગે કહ્યું કે તે અંગે ચર્ચા-વિચારણા કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

Related posts

ગુજરાતમાં તમામ ૨૬ સીટ પર ૨૩ એપ્રિલે મતદાન

aapnugujarat

વડાલી તાલુકાના ભંડવલ ગામે ગાંધી જ્યંતિની ઉજવણી કરાઈ

aapnugujarat

गुजरात में समलैंगिकों के लिए बनेगा हेल्थ सेंटर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1