Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ પોલીસ કમિશનરે પણ ફટાકડા નહીં ફોડવા આદેશો કર્યા

સુપ્રિમ કોર્ટે દિલ્હીમાં ફટાકડા વેચવા પર પ્રતિબંધ મુક્યા પછી હવે અમદાવાદ પોલિસ કમિશનરે પણ શહેરમાં જાહેર રસ્તાઓ સહિત અનેક સ્થળો ફટાકડા વેચવા અને ફોડવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
એક જાહેરનામુ પ્રસિધ્ધ કરીને અમદાવાદના પોલિસ કમિશનર એ કે સિઘે જણાવ્યું છે કે સલામતીને ધ્યાનમાં રાખીને ફટાકડા ફોડવા કે તેના વેચાણ પર નિયંત્રણ મુકવું જરૂરી બન્યું છે. લોકોની સલામતી અને અગવડતાને ધ્યાનમાં રાખીને પોલિસ કમિશનર સિંઘે લોકોને જાહેર રસ્તા પર ફટાકડા ફોડવા કે વેચવા પર પ્રતિબંધ મુક્યો છે.
પોલિસ કમિશનરે આ પ્રતિબંધ ૧૪ ઓક્ટોબરથી લઇને ૫નવેમ્બર સુધી મુક્યો છે.પોલિસ કમિશનરે જાહેર રસ્તાઓ સિવાય બજારો, શરીઓ, ગલીઓ, હોસ્પિટલો, પેટ્રોલ પંપો , કેરોસીનના ગોદામો,એલપીજી બોટલીંગ પ્લાન્ટ્‌ અને એરપોર્ટ નજીક ફટાકડા ફોડવાની મનાઇ ફરમાવી છે.
કમિશનરે જે ફટાકડા પર પ્રતિબંધ મુક્યો છે તેમાં એટમ બોંબ, રોકેટ, ભોંય ચકરડી, ચાઇનીઝ તુક્કલ,ચાઇનીજ ફટાકડાનો સમાવેશ થાય છે.જોખમી ફટાકડા ફોડવા પર પ્રતિબંધની સાથે કમિશનરે સિંઘે આતશબાજી પર પણ પ્રતિબંધ મુક્યો છે.શહેરમાં હોસ્પિટલના દર્દીઓ, સ્કુલના બાળકો,રાહદારીઓ અને સીનીયર સીટીઝનોને અગવડ પડે તે રીતે ફટાકડા નહીં ફોડવા ખાસ આદેશો કર્યા છે.અમદાવાદ પોલિસ કમિશરે ખાસ જાહેરનામુ બહાર પાડીને દિવાળી દરમિયાન ચાઇનીઝ તુક્કલ વેચવા અને ઉડાડવા પર પણ પ્રતિબંધ મુક્યો છે.પોલિસ કમિશનરે આ જાહેરનામાનો અમલ નહીં કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા પણ આદેશો કર્યા છે.

Related posts

ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉનની જરૂર નથી : મુખ્યપ્રધાન

editor

હિં.નગરપાલિકા દ્વારા નવીન ફિટનેસ સેન્ટરના સાધનો શોભાના ગાંઠિયા સમાન

editor

અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં અત્યા૨ સુધી ૨ લાખથી વધુ લોકોના કોવિડ ટેસ્ટ કરાયા

editor

Leave a Comment

UA-96247877-1