Aapnu Gujarat
ગુજરાત

હિં.નગરપાલિકા દ્વારા નવીન ફિટનેસ સેન્ટરના સાધનો શોભાના ગાંઠિયા સમાન

દીગેશ કડિયા , સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકા દ્વારા એક વર્ષ અગાઉ શહેરના ગોકુલ નગર રેલવે ફાટક પાસે આવેલ સીવીક સેન્ટરમાં ફિટનેસ સેન્ટર ખુલ્લું મુકવામાં આવ્યું હતું હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા,જિલ્લા ભાજપ પ્રમુખ જેડી પટેલના હસ્તે ફિટનેસ સેન્ટર ખુલ્લું મુકાયું હતું રમત ગમત વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા લાખો રૂપિયાના ખર્ચે હિંમતનગર નગરપાલિકા હસ્તક ફિટનેસ સેન્ટરને સાધનો આપવામાં આવ્યા હતા પરંતુ અત્યારે હાલ હિંમતનગર નગરપાલિકા દ્વારા આ તમામ સાધનો કેશવ કોમ્પ્લેક્સ રિવરફ્રન્ટ ખાતે બંધ કરી મૂકી દેવામાં આવેલ છે એક તરફ રાજ્ય સરકાર ફિટ ઇન્ડિયાની વાતો કરે છે ત્યારે હિંમતનગર નગરપાલિકા દ્વારા ફિટનેસ માટેના સાધનો હોવા છતાં બેદરકારી દાખવી રહી છે ધારાસભ્યના હસ્તે ફિટનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યા બાદ ફોટોસેશન કરી ફિટનેસ સેન્ટર હાલ તો બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે અને બીજી તરફ ફિટનેસ સેન્ટર ખાતે હાલમાં હિંમતનગર નગરપાલિકા કચેરી આવેલી છે પાલિકા માટે ફિટનેસ સેન્ટર ફરીથી ચાલુ કરવા શહેરીજનોની માંગ ઉઠી છે જો ફરીથી ફિટનેસ સેન્ટર ચાલુ કરવામાં આવે તો હિંમતનગર શહેરના યુવાનો પાલિકાની ફિટનેસ સેન્ટરનો લાભ લઇ શકે છે ફિટનેસ સેન્ટર ના સાધનોની જાળવણી કરવામાં નહીં આવે તો સાધનો પણ ખરાબ થઈ શકે તેમ છે હવે જોવું રહ્યું કે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર ફિટનેસ સેન્ટર ચાલુ કરવા શું પગલાં ભરશે તે જોવાનું રહ્યું હાલ તો હિંમતનગર નગરપાલિકા ફિટનેસ સેન્ટર ના સાધનો શોભાના ગાંઠિયા સમાન કેશવ કોમ્પલેક્ષ રિવરફ્રન્ટ ખાતે બંધ કરીને મૂકી દેવામાં આવેલ છે..

Related posts

મિલ્કત સંબંધી વ્યવહારો માટે સ્ટેમ્પ પેપરની અવેજીમાં ફેન્ક્રીંગ મશીન – ઈસ્ટેમ્પીંગનો વધુને વધુ ઉપયોગ કરવાનો અનુરોધ

aapnugujarat

દિયોદર તાલુકાના કોતરવાડા મેન નર્મદા કેનાલથી ફુલપુરા જતો રસ્તો બિસ્માર

editor

मैं फरार नहीं, भक्त योग्य समय का इंतजार करें : धनजी उर्फ ढबुडी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1