Aapnu Gujarat
ગુજરાત

મિલ્કત સંબંધી વ્યવહારો માટે સ્ટેમ્પ પેપરની અવેજીમાં ફેન્ક્રીંગ મશીન – ઈસ્ટેમ્પીંગનો વધુને વધુ ઉપયોગ કરવાનો અનુરોધ

મિલ્કત સંબંધિ નાણાંકીય વ્યવહારો તથા અન્ય વ્યવહારો અને કામકાજ માટે નાની મોટી રકમના સ્ટેમ્પ કે સ્ટેમ્પ પેપરની નાગરિકોને જરૂર પડે છે. આવા સ્ટેમ્પ પેપરની ખરીદીમાં નાગરિકોને મુશ્કેલી પડતી હોવા સંદર્ભે તેમજ ખરીદીમાં કેટલીક અગવડો પડતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે આવા વ્યવહારો માટે ફેન્ક્રીંગ મશીન અને ઈસ્ટેમ્પિંગ કેન્દ્રોનો વ્યાપક ઉપયોગ કરવા રાજ્ય સરકાર દ્વારા અનુરોધ કરાયો છે.

આ માટે રાજ્યમાં સહકારી, સરકારી અને ખાનગી બેંકો હસ્તક કુલ ૩૭૮ ફેન્ક્રીંગ મશીનો કાર્યરત છે. એ જ રીતે રાજ્યની ૨૮૭ સબ રજીસ્ટાર કચેરીઓમાં ઈસ્ટેમ્પિંગ કેન્દ્રો અને અન્ય ૯૮ ઈસ્ટેમ્પિંગ કેન્દ્રો પણ વિવિધ બેંકો/સંસ્થાઓમાં અને ૩૬૨ સ્ટેમ્પિંગ કેન્દ્રો પોસ્ટ ઓફિસ ખાતે કાર્યરત છે. જેનો સ્ટેમ્પ પેપરના વિકલ્પ તરીકે વધુને વધુ લાભ લેવા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર રાજ્યભરમાં તમામ પ્રકારના અને નાની મોટી રકમના સ્ટેમ્પ કે સ્ટેમ્પ પેપરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. સમયાંતરે કોઈ જિલ્લામાં ખાસ કરીને નાની રકમના સ્ટેમ્પ કે સ્ટેમ્પ પેપર ઉપલબ્ધ ન હોવાના, સ્ટેમ્પ વેન્ડરો દ્વારા કિંમત કરતા વધુ રકમ વસુલવાના અને પોતાની પાસે જે લોકો દસ્તાવેજ કે અન્ય કાગળો તૈયાર કરાવે તેમને જ સ્ટેમ્પ કે સ્ટેમ્પ પેપર આપતા હોવાની ફરિયાદ ઉદભવે છે. જે સંદર્ભે હાલ કોઈ પણ સ્ટેમ્પ વેન્ડર તેમની પાસે ઉપલબ્ધ સ્ટેમ્પ કે સ્ટેમ્પ પેપરમાં છાપેલી કિંમત કરતા વધુ રકમ માગી શકે નહીં કે, નાગરિકોને સ્ટેમ્પ કે સ્ટેમ્પ પેપર વેચાણ કરવાનો ઈન્કાર કરી શકેશે નહીં.

રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેકટરશ્રીઓને સ્ટેમ્પ વેન્ડરોની કામગીરી ઉપર ચાંપતી નજર રાખવા જણાવ્યું છે. આ બાબતે કોઈ ફરિયાદકે મુશ્કેલી ઉદભવે તો સંબંધકર્તા પ્રાંત અધિકારી કે કલેકટરશ્રીનો સંપર્ક કરી સ્ટેમ્પ વેન્ડરો સામેની ફરિયાદ કે મુશ્કેલી રજૂ કરવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

Related posts

સુરતમાં ભગવાન બુદ્ધની પ્રિન્ટ ધરાવતી ૧૨૦૦ સાડીઓ જપ્ત

aapnugujarat

કડી નગરપાલિકાએ જાહેર શૌચક્રિયા મુક્ત ઝુંબેશમાં ટુ સ્ટાર રેટીંગ માટે સરકારમાં દરખાસ્ત મોકલી

aapnugujarat

ગાંધીનગરમાં તૈયાર ૨૮૦ આવાસોનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1