Aapnu Gujarat
બિઝનેસ

કો-ઓપરેટીવ સોસાયટીઓ તેમના સભ્યો પાસેથી થાપણો સ્વીકારી શકશે નહીં : આવી થાપણોને નિયમાનુસાર કોઇ વિમા સુરક્ષા મળતી નથી – ભારતીય રિઝર્વ બેન્ક

કો-ઓપરેટીવ સોસાયટીઓ તેમના સભ્યો પાસેથી થાપણોકો-ઓપરેટીવ સોસાયટીઓ તેમના સભ્યો પાસેથી થાપણોસ્વીકારી શકશે નહીં : આવી થાપણોને નિયમાનુસાર કોઇ વિમા સુરક્ષા મળતી નથી – ભારતીય રિઝર્વ બેન્ક ભારતીય રિઝર્વ બેન્‍કની યાદીમાં જણાવ્યા મુજબ કેટલીક કો-ઓપરેટીવ સોસાયટીઓ/પ્રાયમરી કો-ઓપરેટીવ સોસાયટીઓ બિન સભ્યો/નોમિનલ સભ્યો /એસોસિએટ સભ્યો પાસેથી થાપણો સ્વીકારે છે.  આ અંગે જાહેર જનતાને ચેતવવામાં આવે છે કે આવી કો-ઓપરેટીવ સોસાયટીઓને ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા અધિકૃત બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ (કો-ઓપરેટીવ સોસાયટીઓને લાગુ પડે તે મુજબ) અંતર્ગત બેન્કિંગ બીઝનેસ કરવા માટે કોઇ લાયસન્સ આપવામાં આવતુ નથી. તદઉપરાંત આ પ્રકારની કો-ઓપરેટીવ સોસાયટીઓમાં મુકવામાં આવેલી થાપણોને ડીપોઝીટ ઇન્સ્યુરન્‍સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) પાસેથી કોઇ વીમા સુરક્ષા પણ મળતી નથી. આથી જાહેર જનતાએ આવી કો-ઓપરેટીવ સોસાયટીઓ સામે સાવધ રહી, યોગ્ય તપાસ કર્યા પછી જ નાણાકીય વ્યવહાર કરવા ભારતીય રિઝર્વ બેન્‍કની યાદીમાં જણાવાયુ છે.

Related posts

કન્હૈયાલાલની હત્યા પછી પ્રવાસન ઉદ્યોગને ફટકો

aapnugujarat

આઈટી એસેસમેન્ટ અને રિફંડનું આઉટસોર્સિંગ થાય તેવી શક્યતા

aapnugujarat

સેબીની સૌથી મોટી કાર્યવાહી, એનએસઈને ફટકાર્યો ૧૧૦૦ કરોડનો દંડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1