Aapnu Gujarat
બિઝનેસ

આઈટી એસેસમેન્ટ અને રિફંડનું આઉટસોર્સિંગ થાય તેવી શક્યતા

એક બાજુ સરકારની આવકમાં ઘટ પડી રહી છે તો બીજી બાજુ કામગીરીમાં વધારો થઇ રહ્યો છે. સરકાર જીએસટીમાં અને આઇટી ડિપાર્ટમેન્ટમાં વધુ ને વધુ કરદાતાઓ આવરી લેવાય તેવી કવાયત હાથ ધરી છે, પરંતુ ઇંકમટેક્સ ડિપાર્ટમેન્ટના જુદા જુદા વિભાગોમાં એક અંદાજ મુજબ ૧૮,૦૦૦થી વધુ જગ્યાઓ ખાલી છે.આ જગ્યાઓ બંધ થઇ શકે છે, જેના પગલે કર્મચારીઓ અને અધિકારીઓની ઘટ પણ પડી શકે છે. સરકાર આવકવેરા વિભાગના એસેસમેન્ટ સંબંધી તથા રિફંડ સંબંધી કામગીરીનું આઉટસોર્સિંગ કરે તેવી શક્યતા છે.ઇંકમટેક્સ એમ્પ્લોઇઝ ફેડરેશનના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સરકાર ખાલી પડેલી જગ્યાઓ ભરવા માગતી નથી અને તેના કારણે ખાલી પડેલી ૧૮,૦૦૦ પોસ્ટનું કામકાજ કોન્ટ્રાક્ટ કર્મચારી દ્વારા અથવા તેનું આઉટસોર્સિંગ કરવાની વેતરણમાં છે.

Related posts

શેર ટ્રાન્સફરના નિયમોમાં થયો ફેરફાર

aapnugujarat

ઈડીએ ૩૮૫૦૦ કરોડ રૂપિયાની સંપિત્ત જપ્ત કરી

aapnugujarat

नोेटबंदी के बाद डायरेक्टर टैक्स कलेक्शन में १९ पर्सेट की वृद्धि हुई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1