Aapnu Gujarat
બિઝનેસ

ઈડીએ ૩૮૫૦૦ કરોડ રૂપિયાની સંપિત્ત જપ્ત કરી

ભ્રષ્ટાચારથી કમાયેલી કાળી કમાણીને જપ્ત કરવા અને આર્થિક અપરાધીઓ વિરુદ્ધ કારગત કાર્યવાહી માટે ઈડી મુખ્ય તપાસ એજન્સી તરીકે ઉભરી આવ્યું છે. દરમિયાન ઈડીના ડાયરેક્ટરે આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષમાં ઈડી દ્વારા ૩૮૫૦૦ કરોડ રૂપિયાની સંપિત્ત જપ્ત કરી છે.
મની લોન્ડરિષ્ગ અટકાવવા માટે અત્યાર સુધી કેટલી સંપિત્ત જપ્ત કરવામાં આવી છે ં આ સવાલનો જવાબ આપતાં કરનલસિંહે જણાવ્યું કે પીએમએલ એક્ટ ૨૦૦૨માં બન્યો હતો પરંતુ ૨૦૦૫માં તે અમલી થયો. ત્યારથી છેલ્લા ૧૩ વર્ષમાં આ કાયદા હેઠળ ૪૩ હજાર કરોડ રૂપિયાની સંપિત્ત જપ્ત કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે ૨૦૦૫થી ૨૦૧૪ સુધી માત્ર ૫૬૧૪ કરોડ રૂપિયાની સંપિત્ત જ જપ્ત કરવામાં આવી હતી. તેની તુલનામાં છેલ્લા ચાર વર્ષમાં ૩૮,૫૦૦ કરોડ રૂપિયાની સંપિત્ત જપ્ત કરાઈ છે એટલે કે તેમાં ૬૮૬ ટકાનો વધારો થયો છે. આ જ રીતે ૨૦૦૫થી ૨૦૧૪ સુધક્ષમાં માત્ર ૧૦૦ સર્ચ થયા હતાં જ્યારે છેલ્લા ચાર વર્ષમાં ૧૦૦૦ સર્ચ થયા છે. છેલ્લા ચાર વર્ષમાં ૧૧૦ લોકોની અને તેના પહેલાં માત્ર ૨૫ લોકોની ધરપકડ થઈ છે. એટલું જ નહી જે જૂના પેન્ડીગ કેસ હતા તેને પૂરાવા કરવા ઉપર જોર અપાયું છે. જે મામલા કોર્ટમાં પેન્ડીગ હતા તેની ટ્રાયલમાં ઝડપ લાવવામાં આવી છે.

Related posts

ટોચની ૮ કંપનીની મૂડીમાં વધારો

aapnugujarat

આગામી સમયમાં રીયલ એસ્ટેટ, બ્યૂટી, ટ્રાન્સપોર્ટક્ષેત્રમાં નોકરીની લાખો તક સર્જાશે

aapnugujarat

તહેવાર વચ્ચે દલાલ સ્ટ્રીટમાં તેજી રહેશે : કમાણી કરવાની સુવર્ણ તક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1