Aapnu Gujarat
બિઝનેસ

ટોચની ૮ કંપનીની મૂડીમાં વધારો

શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની આઠ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનિય રીતે ૫૩૭૪૧ કરોડ રૂપિયાનો વધારો થયો છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન રિલાયન્સ અને ટીસીએસની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો થયો છે. આ ગાળામાં આઈટીસી અને એચડીએફસીન માર્કેટ મૂડીમાં ઘટાડો થયો હતો અને તમામ કંપનીઓની માર્કેટ મૂડીમાં વધારો થયો છે. આરઆઈએલની માર્કેટ મૂડી ૧૯૦૪૭.૬૯ કરોડ રૂપિયા વધીને હવે ૮૦૯૬૬૯.૫૦ કરોડ થઈ ગઈ છે. ટીસીએસની માર્કેટ મૂડી આ ગાળા દરમિયાન ૧૨૦૦૭.૬૪ કરોડ રૂપિયા વધીને ૭૭૪૦૨૩.૧૬ કરોડ થઈ છે. આવી જ રીતે શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહના ગાળા દરમિયાન એચડીએફસ બેંકન માર્કેટ મૂડીમાં પણ ઉલ્લેખનિય રીતે વધારો થયો છે. કોટક મહિન્દ્રા અને એચયુએસની માર્કેટ મૂડી ક્રમશઃ ૭૧૪૪.૩ અને ૪૫૭૮.૨૩ કરોડ વધી ગઈ છે. ઈન્ફોસિસની માર્કેટ મૂડીમાં પણ ૧૪૪૧.૬૫ કરોડ રૂપિયા સુધીનો વધારો થયો છે. એસબીઆઈની માર્કેટ મૂડીમાં ૬૬૯.૩૫ કરોડ રૂપિયાનો વધાર થયો છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન માત્ર બે કંપનીઓની માર્કેડ મૂડી ઘટી છે. જેમાં આઈટીસીની માર્કેટ મૂડમાં ૬૦૬૩.૪૯ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. જેથી તેની માર્કેટ મૂડી ૩૩૭૯૦૧.૫૪ કરોડ થઈ ગઈ છે. એચડીએફસીની માર્કેટ મૂડીમાં ૨૯૩૧.૬૯ કરોડ રૂપિયાનો ઘટાડો થતા તેની માર્કેટ મૂડી ૩૩૪૨૫૬.૬૨ કરોડ થઈ ગઈ છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન સેન્સેક્સ ૭૭ પોઈન્ટ ઉછળીને ૩૬૫૪૩ની સપાટી પર રહ્યો હતો.

Related posts

સેંસેક્સ ૧૧૦ પોઇન્ટ ઘટીને ૩૬૫૪૨ની નીચી સપાટીએ

aapnugujarat

ઓફિસ ભાડાંની વૃદ્ધિની યાદીમાં ભારતના ત્રણ શહેર

aapnugujarat

જીડીપી ગ્રોથ ૬.૫ ટકાની આસપાસ રહેશે : સરકાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1