Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

FPI દ્વારા છ સેશનમાં ૫૩૦૦ કરોડ ઠલવાયા

શેરબજારમાં વિદેશી મૂડીરોકાણકારોએ ઊંચા આર્થિક વિકાસ દરની અપેક્ષા વચ્ચે છેલ્લા છ કારોબારી સેશનમાં ભારતીય ઈક્વિટી માર્કેટમાં ૫૩૦૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. વિદેશી મૂડીરોકાણકારો દ્વારા જાન્યુઆરી મહિનામાં ૫૨૬૪ કરોડ રૂપિયા પાછા ખેંચી લધા બાદ નવેમ્બર-ડિસેમ્બર ૨૦૧૮ દરમિયાન શેરબજારમાં ૫૮૮૪ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. નવેસરના આંકડા મુજબ એફપીઆઈએ ૧-૮ ફેબ્રઆરી દરમિયાન ઈક્વિટીમાં ૫૨૭૩ કરોડ રૂપિયા ઠાલવ્યા છે. જ્યારે તેઓએ ડેપ્થ માર્કેટમાંથી ૨૭૯૫ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. નવેમ્બર-ડિસેમ્બર-૨૦૧૮ના ગાળા દરમિયાન મૂડી માર્કેટ ઇક્વિટી અને ડેબ્ટમાં ૧૭૦૦૦ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ૩૮૯૦૦ કરોડ રૂપિયાની જંગી રકમ પાછી ખેંચી લેવામાં આવી હતી. ભારતમાં હવે યોજાનાર સામાન્ય ચૂંટણી અને વૈશ્વિક પરિબળો ઉપર રોકાણકારોએ ધ્યાન કેન્દ્રિત કરી દીધુ ંછે. જાણકાર લોકોનું કહેવું છે કે, આ પ્રવાહ હવે સામાન્ય ચૂંટણી સુધી યથાવત રહે તેવી શક્યતા છે. વૈશ્વિક ઘટનાક્રમ ઉતારચઢાવવાળા જેવા મળી રહ્યા છે. જાણકાર લોકોનું કહેવું છે કે, સામાન્ય ચૂંટણી પૂર્ણ થયા બાદ રોકાણકારો ફરીવાર નાણાં રોકવા માટે આગળ આવશે. અન્ય જે પરિબળો વિદેશી મૂડીરોકાણકારોને હાલમાં પરેશાન કરે છે તેમાં ક્રૂડની કિંમતોમાં સતત ફેરફાર, કરન્સીમાં ઉતારચઢાવ અને માઈક્રો ઇકોનોમિક પરિબળોને ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે. ગ્લોબલ ટ્રેડ વોરને લઇને પ્રવર્તી રહેલી ચિંતાની અસર પણ જોવા મળી રહી છે. આ તમામ પ્રકારના પરિબળો એફડીઆઈ પ્રવાહની દિશા નક્કી કરવામાં ભૂમિકા અદા કરશે. બજાજ કેપિટલના હેડ ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાતનું કહેવું છે કે, એફડીઆઈ પ્રવાહ આગામી મહિનામાં અસ્થિર રીતે રહી શકે છે. મૂડી પ્રવા પરત ખેંચવાનો સિલસિલો જારી રહી શકે છે. વેપાર વિખવાદો પણ જારી રહી શકે છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરને લઇને તંગદિલી વધી રહી છે. સ્થાનિક માઇક્રો ઇકોનોમિક પરિબળોની સાથે સાથે ડોલર સામે રૂપિયામાં નરમાઈ, ક્રૂડ ઓઇલની કિંમતમાં ઉથલપાથલ, ટ્રેડ ડેફિસિટના આંકડા અને બજેટમાં જાહેર કરવામાં આવેલી યોજનાઓને લઇને પણ તેની અસર જોવા મળશે. એફપીઆઈ રોકાણકારો હાલ કેપિટલ માર્કેટ ઉપર વિશેષરીતે ધ્યાન આપી રહ્યા છે. ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડવોરની સ્થિતિને લઈને પણ કારોબારીઓ ચિંતાતૂર દેખાઈ રહ્યા છે. જાન્યુઆરી મહિનામાં નેટ સેલરો તરીકે રહ્યા બાદ એફપીઆઈએ ફેબ્રુઆરી મહિનામાં લેવાલીની પ્રક્રિયા અપનાવી છે. જોકે હાલમાં આ પ્રવાહ જારી રહેશે કે કેમ તે અંગે વાત કરવી મુશ્કેલ છે.

Related posts

આ અઠવાડિયે બજારમાં 3 મેઈન બોર્ડ આઈપીઓ આવશે

aapnugujarat

મની લોન્ડરિંગ કેસમાં કાર્તિ ચિદમ્બરમની ધરપકડ

aapnugujarat

કેરળમાં વરસાદ જારી રહેતા સ્થિતી વણસી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1