Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મની લોન્ડરિંગ કેસમાં કાર્તિ ચિદમ્બરમની ધરપકડ

એન્ફોર્સમેન્ટ ડિરેક્‌ટોરેટે આખરે આઇએનએક્સ મીડિયાના મની લોન્ડરિંગ મામલામાં ભૂતપૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની ધરપકડ કરી લેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ધરપકડ કરવામાં આવ્યા બાદ કાર્તિ ચિદમ્બરમને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં સુનાવણી દરમિયાન સીબીઆઈએ કહ્યું હતું કે, કાર્તિ ઘણા સમયથી તેમના પ્રશ્નોના જવાબ આપી રહ્યા ન હતા. તપાસને ખોરવવાના પ્રયાસ કરી રહ્યા હતા. પુરાવાના સંદર્ભમાં ખોટા નિવેદનો આપી રહ્યા હતા. આ તમામ બાબતોના લીધે તપાસમાં અડચણો આવી રહી હતી. સીબીઆઈએ એમ પણ કહ્યું હતું કે, તપાસમાં કાર્તિ બિલકુલ સહકાર આપી રહ્યા ન હતા. દિલ્હીમાં કોર્ટમાં કાર્તિને રજૂ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ પાર્ટીની ઉંઘ હરામ થઇ ગઇ છે. કાર્તિ પર તપાસમાં સહકાર નહીં આપવાનો આક્ષેપ કરવામા ંઆવી રહ્યો છે. તેમની ચેન્નાઇ સ્થિતી તેમના આવાસ પરથી ધરપકડ કરવામાં આવી હતી. કાર્તિને લંડનથી પરત ફર્યા બાદ તેમના આવાસથી પકડી લેવામાં આવ્યાં હતાં. આ કેસમાં થોડાક દિવસ પહેલા તેમના સીએ એસ ભાસ્કર રમનની પણ ધરપકડ કરવામાં આવી હતી. એફઆઇબીબી દ્વારા આઇએનએક્સ મીડિયાને વર્ષ ૨૦૦૭માં વિદેશી નાણાં એકત્રિત કરવા માટે મંજુરી આપવામાં આવી હતી. આ સમગ્ર મામલે કાર્તિનુ નામ સપાટી પર આવ્યુ હતુ. એ વખતે કાર્તિના પિતા ચિદમ્બરમ યુપીએ સરકારમાં નાણાં પ્રધાન હતા. ઇડીએ દાવો કર્યો છે કે સીએ ભાસ્કર રમને ખોટી રીતે નાણાં એકત્રિત કરવાનો આક્ષેપ કર્યો હતો. આગામી દિવસોમાં કોંગ્રેસ અને ભાજપ આમને સામને આવે તેવી શક્યતા છે. પહેલા પણ આ મામલે બન્ને પાર્ટીઓ વચ્ચે આક્ષેપ થતા રહ્યા છે.
કાર્તિની ધરપકડ કરવામાં આવ્યા બાદ તેમની પુછપરછ કરવામાં આવી રહી છે. એફઆઈઆરમાં કાર્તિ પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પિતાના કેન્દ્રીય નાણામંત્રી તરીકેના ગાળામાં આઈએનએક્સ મિડિયાને એફઆઈઇડી દ્વારા મંજુરી અપાવવાના બદલામાં ૩.૫ કરોડની રકમ લેવામાં આવી હતી. કાર્તિની ધરપકડ કરવામાં આવ્યા બાદ તેમને ગુપ્ત સ્થળે લઇ જવામાં આવ્યા હતા જ્યાં પુછપરછ કરવામાં આવી હતી. છેતરપિંડીના કેસમાં તેમની ભૂમિકા પાકી બની ગઈ હતી ત્યારબાદ જ ધરપકડ કરવામાં આવી હતી. ચાર્ટર્ડ એકાઉન્ટ એસ ભાસ્કર રમનની ધરપકડ બાદ કાર્તિની ધરપકડ કરવામાં આવી છે.
એસ ભાસ્કર રમનની ૧૬મી ફેબ્રુઆરીના દિવસે દિલ્હીમાં ફાઈવ સ્ટાર હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ગયા સપ્તાહમાં જ ચિદમ્બરમના પુત્ર કાર્તિએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીને આઈએનએક્સ મિડિયા કેસમાં તેમની સામે ઇડીના સમન્સ પર સ્ટે મુકવાની માંગ કરી હતી. તેઓએ વારંવાર ઇડીને કહ્યું હતું કે, તેઓ યોગ્ય સમયમાં ઉપસ્થિત થશે. ૧૮મી જાન્યુઆરીના દિવસે પણ કાર્તિની પુછપરછ કરવામાં આવી હતી. બીજી ફેબ્રુઆરીના દિવસે કાર્તિ સામે સમન્સ જારી કરાયા બાદ કાર્તિએ ઉપસ્થિત થવાનો ઇન્કાર કર્યો હતો. ગયા વર્ષે મે મહિનામાં કાર્તિ અને અન્યો સામે કેસ દાખલ કરીને તપાસ હાથ ધરાઈ હતી.

Related posts

बंगाल में भाजपा को नहीं आने देंगे : ममता

aapnugujarat

बिस्तर में नोट बिछाकर सोता था घूसखोर इंजीनियर, घर से मिला सवा दाे करोड़ कैश

aapnugujarat

રેલ્વેએ ૪૦૦ સ્ટેશનના વિકાસની જવાબદારી આઇઆરએસડીસીને સોંપી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1