Aapnu Gujarat
બિઝનેસ

આ અઠવાડિયે બજારમાં 3 મેઈન બોર્ડ આઈપીઓ આવશે

ચાલુ વર્ષમાં આઈપીઓ માર્કેટમાં ઘણી હલચલ જોવા મળી છે જે આગામી સપ્તાહમાં પણ ચાલુ રહેશે. આગામી અઠવાડિયામાં શેરબજારમાં ત્રણ મેઈન બોર્ડ આઈપીઓ આવવાના છે જેના દ્વારા 1300 કરોડથી વધારે રૂપિયા એકત્ર કરવામાં આવશે. હાલમાં દરેક સપ્તાહ વીતવાની સાથે પ્રાઈમરી બજારમાં પ્રવૃત્તિ વધતી જાય છે. સોમવારથી શરૂ થતા અઠવાડિયામાં રત્નવીર પ્રિસિઝન એન્જિનિયરિંગ, જ્યુપિટર લાઈફ લાઈન હોસ્પિટલ્સ અને ઈએમએસ લિમિટેડના આઈપીઓ સબસ્ક્રિપ્શન માટે ખુલશે.
Ratnaveer Precision Engineeringની પબ્લિક ઓફર 4 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી ખુલી રહેશે. તેમાં 1.38 કરોડ શેરનો ફ્રેશ ઈશ્યૂ અને 30.4 લાખ શેરની ઓફર ફોર સેલ સામેલ છે. આ આઈપીઓની સાઈઝ 165 કરોડ રૂપિયા છે.
રત્નવીર પ્રિસિઝન એન્જિનિયરિંગ એ સ્ટેનલેસ સ્ટીલ પ્રોડક્ટ કંપની છે જે ફિનિશ્ડ સ્ટીલ, વોશર્સ, સોલર રૂફિંગ હૂક, પાઈપ્સ અને ટ્યૂબ્સનું ઉત્પાદન કરે છે. આ ઓફર ફોર સેલ હેઠળ પ્રમોટર વિજય સંઘવી દ્વારા 30.4 લાખ શેર વેચવામાં આવશે. કંપનીએ 93થી 98 રૂપિયા પ્રતિ શેરની પ્રાઈશ બેન્ડ ફિક્સ કરી છે. લોટ સાઈઝ 150 શેરની રહેશે.

જુપિટર હોસ્પિટલ્સનો આઈપીઓ 6 સપ્ટેમ્બરે ખુલશે અને 8 સપ્ટેમ્બરે બંધ થશે. કંપનીએ 695થી 735 રૂપિયાની પ્રાઈસ બેન્ડ નક્કી કરી છે જેના દ્વારા 869 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવશે. આ આઈપીઓમાં રોકાણકારોએ ઓછામાં ઓછા 20 ઈક્વિટી શેર અને પછી તેના ગુણાંકમાં બિડ કરવાની રહેશે.

આ ઈશ્યૂમાં 542 કરોડના ફ્રેશ ઈક્વિટી અને 4.45 મિલિયન શેરની ઓફર ફોર સેલ સામેલ છે. આ કંપની 2007થી થાણેમાં એક હોસ્પિટલ ચલાવે છે અને વેસ્ટર્ન રિજયન પર ફોકસ ધરાવે છે.
આ ઉપરાંત વોટર એન્ડ સુએજ ઈન્ફ્રા કંપની ઇએમએસ લિ. નો આઈપીઓ પણ ચાલુ અઠવાડિયે સબસ્ક્રિપ્શન માટે ખુલી રહ્યો છે. આ ઈશ્યૂ 8 સપ્ટેમ્બરે ખુલશે અને 10 સપ્ટેમ્બર સુધી ચાલશે. ઈએમએસ લિમિટેડના આઈપીઓમાં 146 કરોડના ફ્રેશ ઈક્વિટી શેર વેચવામાં આવશે જ્યારે 175 કરોડની ઓફર ફોર સેલ હશે.
એક્સપર્ટ માને છે કે અત્યારે આઈપીઓનું વોલ્યુમ નોંધપાત્ર રીતે વધતું જાય છે. તેમાં જુદા જુદા સેક્ટર અને ઈન્ડસ્ટ્રીઝ આવરી લેવાય છે. આ ઉપરાંત આ આઈપીઓ દર્શાવે છે કે ભારતની નાણાકીય ક્ષમતામાં વધારો થયો છે અને રોકાણકારો માટે એક આકર્ષક દેશ બની રહ્યો છે. ચાલુ અઠવાડિયામાં પણ આઈપીઓ માર્કેટ માટે બજારમાં ઉત્સાહમાં વધારો થયો છે.

Related posts

દેશની સરકારી બેંકો પર સંકટ : આરબીઆઇએ ૧૧ બેંકો વિરુદ્ધ પીસીએ કર્યુ જાહેર

aapnugujarat

માલ્યા કેસ : નાણાં મંત્રાલયનાં કેટલાંક બાબુ પર નજર

aapnugujarat

1 करोड़ रुपए की नकद निकासी पर कटेगा 2% TDS

aapnugujarat
UA-96247877-1