Aapnu Gujarat
રાષ્ટ્રીય

અમેરિકન ગ્રીન કાર્ડ માટે 11 લાખ ભારતીયો લાઈનમાં : REPORT

અમેરિકન ગ્રીન કાર્ડની પ્રોસેસ અત્યારે એટલી ધીમી ગતિએ ચાલે છે કે લાખો ભારતીયોની અરજીઓનો નિકાલ થવામાં વર્ષો નહીં પણ દાયકા લાગી જશે. અત્યારે ભારતીયોની ગ્રીન કાર્ડ અરજીઓ 134 વર્ષના બેકલોગમાં ફસાઈ ગઈ છે. એટલે કે આટલી ધીમી ગતિએ ગ્રીન કાર્ડ અપાતા રહેશે તો એક સદી કરતા વધુ સમય લાગી જશે. અત્યારે જે અરજીઓ થઈ છે તેમાંથી 1.34 લાખ બાળકો છે જેમની ઉંમર ટૂંક સમયમાં લિમિટની બહાર જતી રહેશે.

અમેરિકન ગ્રીન કાર્ડ માટે દુનિયાના દરેક ભાગમાંથી અરજીઓ આવી રહી છે, પરંતુ તેમાં ભારત, ચીન અને ફિલિપાઈન્સથી સૌથી વધુ અરજીઓ પેન્ડિંગ છે. યુએસ ગ્રીન કાર્ડના નિયમ પ્રમાણે કુલ જે ગ્રીન કાર્ડ આપવાના હોય તેમાંથી કોઈ પણ એક દેશને 7 ટકા કરતા વધારે ગ્રીન કાર્ડ ઈશ્યૂ કરી શકાય નહીં. આ ક્વોટાના કારણે ભારતીયોને સૌથી વધારે નુકસાન જાય છે.

તાજેતરમાં કેટો ઈન્સ્ટિટ્યુટના એસોસિયેટ ડિરેક્ટર ડેવિડ બિયર દ્વારા કરવામાં આવેલા અભ્યાસ પ્રમાણે લગભગ 10.7 લાખ ભારતીયોની અરજીઓ ગ્રીન કાર્ડના બેકલોગમાં છે. એટલે કે તેઓ EB-2 અને EB-3 કેટેગરી હેઠળ વેઈટિંગમાં છે. ગ્રીન કાર્ડની અરજી પ્રોસેસ કરવાની ગતિ નહીં વધે તો આટલી અરજીઓનો નિકાલ કરવામાં 134 વર્ષ લાગી જશે. સ્થિતિ એવી છે કે હવે કોઈ નવી અરજી કરે તો તેમને તો આજીવન ક્યારેય ગ્રીન કાર્ડ નહીં મળી શકે.
આ રિપોર્ટમાં જણાવાયું છે કે ગ્રીન કાર્ડ માટે જેમણે અરજી કરી છે તેમાંથી 4.25 લાખ લોકો તો રાહ જોતા જોતા જ ગુજરી જશે અને તેમાંથી 90 ટકા ભારતીયો હશે. અત્યારે એમ્પ્લોયર સ્પોન્સર્ડ અરજકર્તાઓની જે અરજીઓ છે તેમાંથી એકલા ભારતીયોનો 50 ટકા હિસ્સો છે. નવા સ્પોન્સર કરાયેલા ઈમિગ્રન્ટમાંથી અડધા કરતા વધુ લોકોને ગ્રીન કાર્ડ મળે તે અગાઉ તેમનું જીવન પૂરું થઈ જશે.
અમેરિકાની ગ્રીન કાર્ડ પ્રોસેસ કરવાની સિસ્ટમ એટલી ધીમી છે કે તેની બધા લોકો ટીકા કરે છે. એક્સપર્ટ આ સિસ્ટમને બ્રોકન સિસ્ટમ તરીકે ઓળખાવે છે કારણ કે અત્યારે જે લોકો વેઈટિંગમાં હોય તેમાંથી 4 લાખ કરતા વધુ લોકોને આજીવન ગ્રીન કાર્ડ મળવાના નથી. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે ઈબી-2 કેટેગરીમાં જે બેકલોગ છે તેમાંથી અડધા કરતા વધુ એવા લોકો છે જેઓ એડવાન્સ્ડ ડિગ્રી સાથે અમેરિકન કંપનીઓમાં કામ કરે છે. ઈબી-3 કેટેગરીમાં લગભગ 13 ટકા લોકો કમસે કમ બેચલર્સ ડિગ્રી ધરાવે છે.
અમેરિકામાં કોઈ ડિપેન્ડન્ટ બાળક 21 વર્ષનું થાય ત્યારે તે H-4 વિઝા ચાલુ રાખી શકે છે અને આ વિઝા તેના પેરન્ટના એચ-1બી વિઝા સાથે લિન્ક હોય છે. આવા લોકોની તકલીફ વધારે હોય છે કારણ કે તેઓ આજીવન ગ્રીન કાર્ડનું સપનું જોતા રહે છે પણ તેમનું સપનું સાકાર થતું નથી. આવા વિદ્યાર્થીઓ પાસે એફ-1 વિઝાનો વિકલ્પ હોય છે પરંતુ તેની પણ કેટલીક સમસ્યા છે. તેમાં કામ કરવાની તક ઓછી હોય છે અને ભણતરની ફી ઘણી વધારે છે. તેના કારણે ઘણા યુવાનો અમેરિકામાં ઉછર્યા હોવા છતાં જાતે ભારત પાછા જતા રહે છે. આટલા વર્ષો અમેરિકામાં કાઢવાના કારણે તેમનું ભારત સાથે બહુ ઓછું કનેક્શન હોય છે, છતાં અમેરિકા છોડવું પડે છે.

અમેરિકાની પોલિસી એવી છે કે દર વર્ષે તે વધુમાં વધુ 1.40 લાખ લોકોને એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ ગ્રીન કાર્ડ ઈશ્યૂ કરી શકે છે. ભારતથી યુએસ આવેલા અને એચ-1બી વિઝા પર કામ કરી રહેલા લોકોને તેમાં વધારે અસર થાય છે કારણ કે અમેરિકામાં સ્કીલ્ડ વર્ક ફોર્સનો તેઓ મોટો હિસ્સો હોવા છતાં તેમને ગ્રીન કાર્ડ મળી શકતું નથી.

Related posts

Ayodhya case : Historical debate end in SC, verdict expected before Nov 17

aapnugujarat

રાફેલ ડિલ-શીખ રમખાણો મુદ્દે મોદીના કોંગ્રેસ પર તેજાબી પ્રહારો

aapnugujarat

“सामना” के जरिए शिवसेना ने निशाना लगाया मोदी – शाह पर

aapnugujarat
UA-96247877-1