Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાફેલ ડિલ-શીખ રમખાણો મુદ્દે મોદીના કોંગ્રેસ પર તેજાબી પ્રહારો

આગામી લોકસભા ચૂંટણી પહેલા મોદી કોંગ્રેસ પર પ્રહાર કરવાની એક પણ તક છોડીિ રહ્યા નથી. શીખ વિરોધી રમખાણોને લઇને સોમવારે આવેલા ચુકાદા બાદ કોંગ્રેસ ઉપર મોદી આકરા પ્રહારો કરી રહ્યા છે. ૧૯૮૪માં થયેલા શીખ વિરોધી રમખાણોને લઇને મોદીએ કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોઇએ એવું વિચાર્યું ન હતું કે, કોંગ્રેસના નેતાને મામલામાં દોષિત ઠેરવવામાં આવશે. મોદીએ એક સમાચાર ચેનલ દ્વારા આયોજિત કાર્યક્રમમાં કહ્યું હતું કે, સ્થિતિ હવે બદલાઇ ચુકી છે. ચાર વર્ષ પહેલા કોઇએ વિચાર્યું ન હતું કે, ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણના મામલામાં કોંગ્રેસી નેતાને સજા મળશે. પીડિતોને ન્યાય મળશે. દિલ્હી હાઈકોર્ટ દ્વારા ૧૯૮૪ શીખ વિરોધી રમખાણના મામલામાં કોંગ્રેસી નેતા સજ્જનકુમારને દોષિત ઠેરવવામાં આવ્યા બાદ જન્મટીપની સજા ફટકારી હતી. એક દિવસ બાદ જ મોદીએ કહ્યું હતું કે, આ રમખાણો માનવતાની વિરુદ્ધમાં હતા. કાનૂન લાગૂ કરનાર એજન્સીઓની મદદથી આમા હિંસા થઇ હતી જેમને રાજકીય સંરક્ષણ મળેલા હતા. રાફેલને લઇને પણ મોદીએ કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. હાઈકોર્ટે કહ્યું હતું કે, આ તથ્યને નકારી શકાય નહીં કે, આરોપીઓને સજા આપવામાં ત્રણ દશક લાગી ગયા પરંતુ પીડિતોને એવી ખાતરી આપવી જરૂરી છે કે, કોર્ટની સમક્ષ રજૂ થનાર પડકારો છતાં સત્યની જીત થાય છે. અંતમાં ન્યાય મળે છે. કાર્યક્રમમાં મોદીએ રાફેલના મુદ્દે પણ વાત કરી હતી અને કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, આવું પહેલી વખત બન્યું છે જ્યારે ભ્રષ્ટાચાર સંબંધી મામલામાં સુપ્રીમ કોર્ટે આવું વલણ આપ્યું છે. રાફેલમાં પારદર્શિતા થઇ છે. હવે કોઇપણ સોદાબાજીમાં વચેટિયાઓ નથી. ઓગસ્ટા વેસ્ટલેન્ડના મુખ્ય આરોપીને ભારત લવાયો છે તે વાત પણ પહેલા મનાતી ન હતી.

Related posts

AP govt informed in assembly that all bifurcation issues will be solved

aapnugujarat

લાલુએ બિહારના ડે.સીએમ સુશીલ મોદીની મજાક ઉડાવીને તેમને ડરપોક કહ્યા

aapnugujarat

ભાષણ કરવું અને તેનો અમલ કરવામાં ઘણો ફરક છે : બોક્સર વિજેન્દ્ર સિંહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1