Aapnu Gujarat
રમતગમત

ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ક્રિકેટર હીથ સ્ટ્રીકનું 49 વર્ષની વયે નિધન

90ના દાયકામાં ક્રિકેટ જગતમાં ઝિમ્બાબ્વેએ પણ પોતાની ધાક પેદા કરી હતી ત્યારે આખી દુનિયામાં છવાઈ ગયેલા ક્રિકેટર હીથ સ્ટ્રીકનું આજે અવસાન થયું છે. હીથ સ્ટ્રીક માત્ર 49 વર્ષના હતા અને તેઓ કેન્સરની બીમારીથી પીડાતા હતા. હીથ સ્ટ્રીકના અવસાન વિશે તેમના પત્ની નેડિન સ્ટ્રીકે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી.

હજુ ગયા અઠવાડિયે પણ હીથ સ્ટ્રીકના અવસાન વિશે સોશિયલ મીડિયા પર અફવા ફેલાઈ હતી, પરંતુ ત્યારે તેને રદીયો આપવામાં આવ્યો હતો. પરંતુ સવારે આજે તેમનું નિધન થયું છે. હીથ સ્ટ્રીકની હાલત ગંભીર થઈ ત્યાર પછી તેઓ હોસ્પિટલમાં રહેવાના બદલે છેલ્લા દિવસોમાં પોતાના પરિવાર સાથે રહેવા આવી ગયા હતા અને કોઈને મળતા ન હતા.
90ના દાયકામાં ક્રિકેટ જગતમાં ઝિમ્બાબ્વે પણ બહુ શક્તિશાળી ટીમ ગણવામાં આવતી હતી અને ઘણી મહત્ત્વની મેચમાં હીથ સ્ટ્રીકની શાનદાર બોલિંગની મદદથી ઝિમ્બાબ્વેએ ભારત સહિતની મોટી ટીમોને પરાજય આપ્યો હતો. ઝિમ્બાબ્વેના ક્રિકેટનો તે સુવર્ણકાળ ગણવામાં આવે છે.ઝિમ્બાબ્વે ઈન્ટરનેશનલના ભૂતપૂર્વ ખેલાડી જ્હોન રેનીએ પણ હીથ સ્ટ્રીકના અવસાનની ખબરને પુષ્ટિ આપી છે. તેમણે કહ્યું કે આજે વહેલી સવારે મેટાબેલેન્ડ ખાતેના ફાર્મમાં સ્ટ્રીકે અંતિમ શ્વાસ લીધા છે.

સ્ટ્રીક છેલ્લા કેટલાક સમયથી કેન્સરથી પીડાતા હતા. તે સમયના સૌથી વિખ્યાત ઓલરાઉન્ડરમાં તેમનો સમાવેશ થતો હતો જેઓ ઘણી સારી બેટિંગ પણ કરી શકતા હતા. તેઓ ઝિમ્બાબ્વે વતી 65 ટેસ્ટ મેચ અને 189 વનડે મેચ રમ્યા હતા જેમાં 4933 રન બનાવ્યા હતા અને 455 વિકેટો ઝડપી હતી. અત્યાર સુધીમાં હીથ સ્ટ્રીક ઝિમ્બાબ્વેના એકમાત્ર એવા ખેલાડી છે જેણે ટેસ્ટમાં 1000 રન અને 100 વિકેટની સિદ્ધિ તથા વન ડેમાં 2000 રન અને 200 વિકેટની સિદ્ધિ મેળવી હોય.
ક્રિકેટના ખેલાડી તરીકે રિટાયર થયા પછી હીથ સ્ટ્રીકે કોચિંગનું કામ શરૂ કર્યું હતું. તેઓ કેટલીક ટીમ અને ફ્રેન્ચાઈઝી સાથે સંકળાયેલા હતા. તેઆ બાંગ્લાદેશની નેશનલ ક્રિકેટ ટીમના બોલિંગ કોચ હતા અને ત્યાર પછી હેડ કોચની જવાબદારી પણ સંભાળી હતી.
જોકે, આટલી સિદ્ધિ મેળવ્યા પછી તેમની કારકિર્દીને એક વિવાદના કારણે ડાઘ લાગ્યો હતો. તેઓ ક્રિકેટમાં કેટલાક ગોટાળામાં સામેલ હોવાના આરોપો થયા પછી ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે 2021માં હીથ સ્ટ્રીક પર આઠ વર્ષ માટે પ્રતિબંધ મુક્યો હતો. પરંતુ આ દરમિયાન તેમને કેન્સર હોવાનું નિદાન થયું હતું અને તેમની હાલત ઘણી ગંભીર હતી.
1990ના દાયકામાં તેઓ ઝિમ્બાબ્વેની ટીમના સૌથી જાણીતા ઓલરાઉન્ડર હતા. ઝિમ્બાબ્વે વતી હીથ સ્ટ્રીકે સાતમા ક્રમે સૌથી વધારે રન બનાવ્યા હતા અને વનડેમાં 2000થી વધારે રન બનાવનારા માત્ર 16 ઝિમ્બાબ્વે બેટસમેન છે જેમાં હીથ સ્ટ્રીકનો પણ સમાવેશ થાય છે.
હીથ સ્ટ્રીકના પિતાનું નામ ડેનિસ હતું અને સ્ટ્રીકે 19 વર્ષની વયે ઈન્ટરનેશનલ મેચ રમવાની શરૂઆત કરી હતી. તેઓ સૌથી પહેલી મેચ સાઉથ આફ્રિકા સામે બેંગલુરુ ખાતે 1993માં હીરો કપમાં રમ્યા હતા.

Related posts

वाडा के प्रतिबंध वाले फैसले के खिलाफ अदालत जाऐंगे : पुतिन

aapnugujarat

આઇપીએલ ૨૦૧૮ પર ખતરો, સરકાર અને બીસીસીઆઈને એનજીટીએ નોટીસ ફટકારી

aapnugujarat

ભારત છઠ્ઠી વખત બન્યું અંડર-૧૯ એશિયા કપ ચેમ્પિયન, ફાઈનલમાં લંકાને ૧૪૪ રનથી હરાવ્યું

aapnugujarat
UA-96247877-1