Aapnu Gujarat
રમતગમત

ભારત છઠ્ઠી વખત બન્યું અંડર-૧૯ એશિયા કપ ચેમ્પિયન, ફાઈનલમાં લંકાને ૧૪૪ રનથી હરાવ્યું

ભારતીય ટીમના પ્રબ સિમરન સિંહની કેપ્ટનશિપમાં શાનદાર પ્રદર્શન કરતા શ્રીલંકન ટીમને ૧૪૪ રનથી હરાવીને રેકોર્ડ છઠ્ઠી વખત અંડર-૧૯ એશિયા કપ પોતાના નામ કરી લીધો છે. ફાઇનલમાં ભારતીય અંડર-૧૯ ટીમને ૩ વિકેટ પર ૩૦૪ રનનો મોટો સ્કોર બનાવ્યા બાદ શ્રીલંકન ટીમે ૩૮.૪ ઓવરમાં ૧૬૦ રન પર સમેટાઇ ગઇ હતી. હાલમાં રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારતીય સીનિયર ટીમે બાંગ્લાદેશને હરાવીને એશિયા કપનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો.ઢાકામાં રમાયેલી આ ફાઇનલ મુકાબલામાં ભારતીય ટીમે ટૉસ જીત્યો હતો અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓપનર યશસ્વી જાયસવાલ (૮૫) અને અનુજ રાવત (૫૭)એ ભારતીય ટીમને શાનદાર જીત અપાવી હતી. બન્ને ખેલાડીઓએ પહેલી વિકેટ માટે ૧૨૧ રનની ભાગેદારી કરી હતી. અનુજે ૭૯ બોલ પર ૪ ચોગ્ગા અને ૩ સિક્સ ફટકાર્યો હતો.યશસ્વીએ ૧૧૩ બોલમાં પોતાની ઈનિંગમાં ૮ ચોગ્ગા અને ૧ સિક્સ ફટકારી હતી. કેપ્ટન સિમરન સિંહે ૩૭ બોલ પર ૩ ચોગ્ગા અને ૪ સિક્સની મદદથી ૬૫ રનની અણનમ ઈનિંગ રમી હતી. આયુષ બદોનીએ અણનમ ૫૨ રનનું યોગદાન આપ્યું છે. બન્ને જણાંએ ચોથી વિકેટ માટે અણનમ ૧૧૦ રનની ભાગેદારી કરી હતી.શ્રીલંકન ટીમ માટે નાવોદ પરનાવિથાનાએ ૪૮ અને ઓપનર નિશાન મદુશ્કાએ ૪૯ રન બનાવ્યા હતા. તેના સિવાય સૂરિયાબંદારાએ ૩૧ રનનું યોગદાન આપ્યું હતું. મેન ઓફ ધ મેચ બનેલા ભારતના યુવા બોલર હર્ષ ત્યાગીએ કમાલનું પ્રદર્શન કરતા ૩૮ રન આપીને ૬ વિકેટ ઝડપી હતી. ૧૮ વર્ષીય સિદ્ધાર્થ દેસાઈએ ૨ વિકેટ પોતાના નામે કરી હતી.

Related posts

કેન્ડી ટેસ્ટ : હાર્દિક પંડ્યાએ પુષ્પકુમારની એક ઓવરમાં કરેલા ૨૬ રન

aapnugujarat

આઇપીએલ-૧૧માં પ્રતિબંધથી સ્મિથ-વોર્નર ભારતીય લોકોના ગુસ્સાથી બચશે : ઇયાન ચેપલ

aapnugujarat

पंत पर काम जारी है, उन पर दवाब न बनाएं : युवराज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1