Aapnu Gujarat
રાષ્ટ્રીય

૧૮થી ૨૨ સપ્ટેમ્બરે સંસદનું વિશેષ સત્ર યોજાશે

એક ચોંકાવનારા નિર્ણયમાં કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્ર ૧૮ થી ૨૨ સપ્ટેમ્બર સુધી ચાલશે. કહેવામાં આવી રહ્યું છે કે આમાં ૫ બેઠકો થશે. આ ૧૭મી લોકસભાનું ૧૩મું સત્ર અને રાજ્યસભાનું ૨૬૧મું સત્ર હશે. મંત્રી પ્રહલાદ જોશીએ આ વિશેષ સત્રની જાણકારી આપી હતી.
બંધારણના અનુચ્છેદ ૮૫માં સંસદનું સત્ર બોલાવવાની જોગવાઈ છે. આ અંતર્ગત સરકારને સંસદના સત્ર બોલાવવાનો અધિકાર છે. સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ એવા નિર્ણયો લે છે જે રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક કરવામાં આવે છે, જેના દ્વારા સાંસદોને આ વિશેષ સત્રમાં બોલાવવામાં આવે છે. વિશેષ સત્ર નવી સંસદમાં યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સત્રમાં ૧૦થી વધુ મહત્વપૂર્ણ બિલો રજૂ કરવામાં આવશે. પ્રહલાદ જોશીએ પોતાના એક્સ (ટિ્‌વટર) પર લખ્યું હતું કે તેઓ સંસદમાં અર્થપૂર્ણ ચર્ચાની રાહ જોઈ રહ્યા છે.
અગાઉ સંસદનું ચોમાસુ સત્ર ૨૦મી જુલાઈથી ૧૧મી ઓગસ્ટ સુધી ચાલતું હતું. મણિપુરમાં હિંસા અંગે સત્રમાં ભારે હોબાળો થયો હતો. વિપક્ષ મણિપુર પર પીએમના નિવેદન પર ચર્ચા કરવા પર અડગ રહ્યા હતા, જ્યારે સરકાર ગૃહ મંત્રીએ જવાબ સાથે ચર્ચા કરવા આગ્રહ કર્યો હતો. આ અંગે સરકાર અને વિપક્ષ વચ્ચે ઉગ્ર મડાગાંઠ સર્જાઈ હતી. આ પછી કોંગ્રેસે મણિપુર મુદ્દે લોકસભામાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધીએ મણિપુરમાં થયેલી હિંસાનો ઉલ્લેખ કરીને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો. આ સાથે વિપક્ષનો પ્રસ્તાવ રદ કરવામાં આવ્યો હતો.

Related posts

देश में कोरोना वायरस के मिले 12,881 नए केस

editor

જાતીય સતામણીના આક્ષેપો ખોટા છે : એમ.જે. અકબર

aapnugujarat

सतलुज नदी में पाकिस्तान ने छोड़ा लाखों लीटर जहरीला पानी

aapnugujarat
UA-96247877-1