Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદની યુવતીને સોશિયલ મિડીયાની મિત્રતા ભારે પડી

સોશિયલ મીડિયા અને સ્માર્ટ ફોનનું જોખમ,સ્કૂલની વિદ્યાર્થીનીઓ નથી સલામત,વિદ્યાર્થીનીઓ બની રહી છે બ્લેક મેઈલીંગનો ભોગ,શહેરની અનેક સ્કૂલની વિદ્યાર્થીઓની બની ડિપ્રેશન નો શિકાર,સાયબર ક્રાઇમમાં આવ્યા ચોકવાનારા કિસ્સા. જો તમારું બાળક સોશિયલ મીડિયાના લતમાં હોય તો ચેતી જજો કારણકે તે પણ બ્લેકમેઈલીંગનો શિકાર થઈ શકે છે.સાયબર ક્રાઇમ હવે દુષણની જેમ વિદ્યાર્થીઓમાં પ્રવેશી રહ્યું છે કારણકે આધુનિક યુગમાં સ્માર્ટ ફોન દ્વારા વિદ્યાર્થીનીઓ સોશિયલ મીડિયાથી પ્રભાવિત થઈ રહ્યા છે..જે જુદી જુદી સોશિયલ મીડિયાની એપથી અજાણીયા લોકોના સંપર્કમાં આવીને સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે. આ વિધાર્થીનીઓ કોઈપણ સોશિયલ સાઈટ પર અજાણ્યા લોકો સાથે મિત્રતા કેળવીને પોતાની અંગત માહિતી વિશ્વાસમાં શેર કરે છે. ત્યાર બાદ બ્લેકમેઇલ કરવાનું શરૂ થાય છે. અને આ પરિસ્થિતિ વિધાર્થીનીઓ ડિપ્રેશન માં આવી જાય છે અને આપઘાત કરવાનો અંતિમ નિર્ણય લેતા હોય છે. આવી અનેક ફરિયાદો અમદાવાદ સાયબર ક્રાઇમમાં સામે આવી છે.
અમદાવાદની એક વિદ્યાર્થી સોશિયલ મીડિયા પર મિત્ર બનેલા યુવકની સામે પોતાના તમામ વસ્ત્રો ઉતાર્યા અને યુવકે સ્કિન રેકોર્ડિંગ કરીને વિદ્યાર્થીની બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું. આ સગીર વિદ્યાર્થીનીએ તેના માતા-પિતાની જાણ બહાર ૯ લાખ યુવકને આપી દીધા. આ સગીરા ખૂબ ડિપ્રેશનમાં રહેવા લાગી અને તેના પિતાએ બેંકમાં જઈ ઓનલાઇન પૈસા મામલે તપાસ કરતા સમગ્ર ધટના સામે આવી હતી.સોશિયલ મીડિયા એટલું ઘાતક બન્યું છે કે અંગત માહિતી વાયરલ થઈ રહી છે જેના કારણે સાયબર ક્રાઇમનો ભોગ બનતા વિધાર્થીનિઓ ડર અને ડિપ્રેશન એટલી હદે વધે છે કે તેઓ આપઘાત પણ કરી લે છે. અમદાવાદ માં સૌથી વધુ ૧૧ વર્ષ થી ૧૫ વર્ષની સ્કૂલની વિદ્યાર્થીનીઓ સાયબર ક્રાઇમનો ભોગ બની રહી છે. જેઓ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ટેલિગ્રામ જેવા અલગ અલગ સોશિયલ એપથી ચેટિંગ કરીને પોતાની અંગત માહિતી શેર કરે છે.
સૌથી ગંભીર બાબત સામે આવ્યું છે કે માતા પિતા પોતાના બાળકનું ધ્યાન રાખવાના બદલે તેઓને સ્માર્ટ ફોન આપી બેદરકાર રાખી રહ્યા છે. આ સ્માર્ટ ફોન બાળકોને માનસિક રીતે ખતમ કરે છે પરંતુ તેઓ પોતાની જિંદગીને પણ દાવ પર લગાવે છે જેથી દરેક માતા પિતાએ ચેતવાની જરૂર છે તેઓના સંતાનો સ્માર્ટ ફોન પર શુ કરી રહ્યા છે.આ સ્માર્ટના ફોનના કારણે એક વિદ્યાર્થીને ખરાબ અનુભવ થતાં સમગ્ર મામલો સાયબર ક્રાઇમ પહોંચ્યો હતો એ સગીર વિદ્યાર્થીની પોતાની સાથે ભણતા એક મિત્રને વિડ્યો કોલ કરીને અંગત પળોની વાત કરતા હતા. ત્યારે સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓ તે વિડ્યોને જોતા હતા જેની જાણ વિદ્યાર્થીની થતાં ડિપ્રેશન રહેવા લાગી હતી. જેનું મનોચિકિત્સક દ્વારા કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. આ ફક્ત એક કે બે કિસ્સા નથી પરંતુ દરરોજ અનેક વિદ્યાર્થીનિઓ સોશિયલ દુષણનો ભોગ બની રહી છે.
સાયબર ક્રાઇમના અધિકારીઓ વધી રહેલા દુષણ નિયંત્રણ લાવવા અને સ્કૂલની વિદ્યાર્થીઓની સલામતી માટે જાગૃત કરી રહ્યા છે. પરતું આ સ્થિતિ ના જવાબદાર તો બાળકોના માતા-પિતા છે જેઓ સમય સાથે ચેતી જશે તો પોતાના સતાને સુરક્ષિત રાખી શકશે

Related posts

નંદાસણમાં શ્રી વીરમાયા દેવની જન્મ જ્યંતિ ઉજવાઈ

editor

અમરેલી આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું

aapnugujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીએ તરત પહોંચવા માટે ત્રણ એરપોર્ટ

aapnugujarat
UA-96247877-1