Aapnu Gujarat
ગુજરાત

સ્ટેચ્યુ ઓફ યુનિટીએ તરત પહોંચવા માટે ત્રણ એરપોર્ટ

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ગત ૩૧મી ઓક્ટોબરે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એ પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશ-વિદેશના લોકો માટે જોવાલાયક અદ્‌ભુત સ્થળ અને ટુરીઝમ સ્પોટ બની ગયું હોઇ સાહેલાણીઓની સુવિધા અને સુગમતા માટે હવે રાજય સરકારે નવી સેવા અને ત્વરિત પહોંચી શકાય તેવા આશય સાથે રાજયમાં નવા ત્રણ એરપોર્ટ બનાવવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. આ માટે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. દેશ-વિદેશના સાહેલાણીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે ત્વરિત પહોંચી શકે તે હેતુથી રાજકોટ, ધોલેરા અને રાજપીપળા ખાતે નવા એરપોર્ટ બનાવવામાં આવશે. જેમાં રાજપીપળામાં ડિસેમ્બરના અંત સુધીમાં એરપોર્ટ પણ બનાવવાનો પ્રારંભ કરી દેવામાં આવશે.નવા એરપોર્ટ બનવાના કારણે દેશ-વિદેશના સાહેલાણીઓ ત્વરિત અને ભારે સુગમતા સાથે આ નવા એરપોર્ટ મારફતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચી શકશે. આ મહત્વપૂર્ણ પ્રોજેકટ માટે એરપોર્ટ ઓથોરિટી ઇન્ડિયા સાથે સીએમ વિજય રૂપાણીની બેઠક યોજાઇ હતી. જેમાં એ મુદ્દા હાથ પર લેવાયા હતા કે, રાજ્યમાં ત્રણ જગ્યાએ એટલે ધોલેરા, રાજકોટ અને રાજપીપળામાં એરપોર્ટ બનાવવાની મંજૂરી મળી ગઈ છે. આ ઉપરાંત પ્રવાસીઓ માટે ફોર લેન રસ્તાથી કેવડિયાને જોડવામાં આવ્યો છે બીજી બાજુ ચાંદોદથી સીધી રેલવે લાઈન પણ બનાવવા સર્વે કરવામાં આવ્યો છે. હવે હવાઈ મુસાફરી કરી આવતા પ્રવાસીઓ માટે જિલ્લામાં એર ટ્રીપ વિકસાવવી જરૂરી બન્યું છે. થોડા સમય પહેલા રાજ્યના પૂર્વ રાજ્ય વન મંત્રી શબ્દસરણ તડવીએ આ અંગે રજૂઆત કરી હતી જેમાં રાજ્ય સરકારની મંજૂરી મળી અને કેન્દ્ર સરકારની પણ લીલીઝંડી મળી ગઈ હતી. હવાઈ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયની સૂચના અને રાજ્ય નાગરિક ઉડ્ડયન મંત્રાલયની સિવિલ વિભાગની ટીમે રાજપીપળા ખાતે જગ્યા માટે જરૂરી બેઠક પ્રભારી સચિવ સાથે કરીને જગ્યાનું નિરીક્ષણ પણ કર્યું છે.
પ્રવાસન વિભાગના પ્રભારી સચિવ જે.એચ.હૈદર, સિવિલ એવિયેશન ઓફ સ્ટેટના કેપ્ટન અજય ચૌહાણ, જિલ્લા કલેક્ટર આર.એસ.નિનામા, ડીડીઓ જીન્સી વિલિયમ્સ, સીટી સર્વે આધિકારી ગૌરાંગ શાહ, ખેતીવાડી અધિકારી નિલેશ ભટ્ટ સહિતના અધિકારીઓ આજની બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠકમાં મુખ્યમંત્રીએ કેટલાક મહ્‌ત્વના નિર્દેશો અને સૂચનો પણ એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ અને તંત્રના માણસોને આપ્યા હતા, જેને લઇ આગામી દિવસોમાં આ પ્રોજેકટ સંબંધી સમગ્ર કામગીરી વેગવંતી બનાવાશે.

Related posts

आंगलधरा में वजनकांटा के संचालक पर फायरिंग हुई

aapnugujarat

પોતાની દીકરીઓને અમેરિકામાં લગ્ન કરવવાના અભરખા રાખતા માતા પિતા માટે સાવધાન

aapnugujarat

તાપમાનમાં નજીવો ઘટાડો છતાં લોકો ગરમીથી હેરાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1