Aapnu Gujarat
ગુજરાત

અમરેલી આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું

આજરોજ અમરેલી આમ આદમી પાર્ટી દ્વારા કાર્યાલય થી અમરેલી જિલ્લા કલેકટર ઓફિસ સુધી રેલી કાઢવામાં આવી હતિ અને અલગ-અલગ પોસ્ટરો સાથે રાખીને સૂત્રોચાર સાથે અમરેલી કલેકટર ઓફિસ ખાતે પહોંચ્યા
અમરેલી આમ આદમી પાર્ટી દ્વારા પ્રાઈવેટ સ્કૂલની વિધારો પાછો ખેંચવા તેમજ ડોનેશન પ્રથા બંધ કરવા FRC કમિટીમાં વાલીસભ્યનો સમાવેશ સહીત અન્ય માંગણીઓ બાબત. જિલ્લા કલકટર કચેરી એ આપ્યું આવેદન

આમ આદમી પાર્ટી શિક્ષણને મહત્વ આપનારી પાર્ટી છે. દિશી અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે ખાનગી શાળાનાં ફિ વધારા ઉપર તેમજ ડોનેશન ઉપર પ્રતિબંધ મુક્યો છે. આમ આદમી પાર્ટીની સરકારે ખાનગી શાળા દ્વારા પુસ્તકો કે યુનિફોર્મ કે બુટ-મોજા ખરીદી બાબતે દબાણ કરવા ઉપર પણ પ્રતિબંધ મુક્યો છે, ત્યારે ગુજરાતની જનતાને પણ આ હક્ક મળવો જોઈએ.

કોરોના પછી લોકોની આવકમાં અત્યંત ઘટાડો થયો છે. બીજી બાજુ મોંધવારી પણ વધતા સામાન્ય માણસ માટે ઘરના બે છેડા ભેગા કરવા મુશ્કેલ છે એવા સમયે પૈસાના અભાવે ગુજરાતનાં બાળકોનું શિક્ષણ ન બગડે તેમજ ગુજરાતનાં વાલીઓને રાહત મળે તે માટે આમ આદમી પાર્ટી દ્વારા નીચે મુજબની રજૂઆતો કરવામાં આવી હતી

૧) પ્રાઇવેટ સ્કૂલોમાં ફિ વધારો પાછો ખેંચવામાં આવે.

૨) ડોનેશન પ્રથા બંધ કરવામાં આવે, ડોનેશન માંગનાર ઉપર કાર્યવાહી કરવામાં આવે.

૩) યુનિફોર્મ, પુસ્તકો, નોટબુક, બુટ-મોજા વગેરે કોઈ ચોક્કસ દુકાનેથી જ ખરીદવા બાબતે

પ્રાઇવેટ સ્કૂલોની મનમાની બંધ કરવામાં આવે.

૪) પ્રાઇવેટ સ્કુલના શિક્ષકો અને અન્ય સ્ટાફનું શોષણ બંધ કરવામાં આવે.

૫)

FRC કમિટીમાં વાલીઓનો સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવે.

પાંચ અલગ અલગ રજૂઆતો સાથે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું

Related posts

૨૨મી સપ્ટેમ્બરથી યુથ કોંગ્રેસ અંબાજીથી યાત્રા શરૂ કરશે

aapnugujarat

अहमदाबाद शहर में पिछले 3 साल से धारा 144 लागू

aapnugujarat

राहुल गांधी १०, ११ अक्टूबर के दौरान गुजरात के दौरे पर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1