Aapnu Gujarat
ગુજરાત

વિકિલીક્સના અસાંજેને બ્રિટનની કોર્ટે ફટકારી એટલા વર્ષની સજા કે જીંદગી ઓછી પડશે

વિકિલીક્સના સંસ્થાપક જૂલિયન અસાંજેને અમેરિકા પ્રત્યાર્પણ કરવામાં આવશે. બ્રિટનની કોર્ટે અસાંજેને ઇરાક અને અફઘાનિસ્તાન યુદ્ધ સાથે જોડાયેલી સીક્રેટ ફાઇલ્સ છાપવાના દોષી ગણવામાં આવ્યા છે. કોર્ટે કહ્યુ કે અસાંજેને અમેરિકા પ્રત્યાર્પણ કરવામાં આવશે, જ્યા તેમણે 175 વર્ષ જેલની સજા કાપવી પડશે. કોર્ટના નિર્ણય વિરૂદ્ધ અપીલ માટે બચાવ પક્ષ પાસે 18 મે સુધીનો સમય છે.

કોર્ટનો આ આદેશ બ્રિટનના ગૃહમંત્રી પ્રીતિ પટેલ પાસે જશે. પ્રીતિ પટેલ જો અસાંજેના પ્રત્યાર્પણને મંજૂરી આપે છે તો અસાંજેના વકીલ આ નિર્ણયને પડકારવા માટે બ્રિટનની હાઇકોર્ટમાં જઇ શકે છે.

મહત્વપૂર્ણ છે કે અમેરિકા જૂલિયન અસાંજે પર અફઘાનિસ્તાન- ઇરાક યુદ્ધ દરમિયાન ચાલેલા સૈન્ય ઓપરેશન સાથે જોડાયેલી 50 હજાર સીક્રેટ ફાઇલ્સને સાર્વજનિક કરવાના આરોપમાં તેમની પર કેસ ચલાવવા માંગે છે. અસાંજેને અમેરિકા પ્રત્યાર્પણ કરવાને લઇને અમેરિકા છેલ્લા કેટલાક વર્ષથી પ્રયાસ કરી રહ્યુ છે. ગત વર્ષે ફેબ્રુઆરીમાં અસાંજેના વકીલોએ કોર્ટમાં દલીલ કરી હતી કે જો અસાંજેને અમેરિકા પ્રત્યાર્પણ કરવામાં આવે છે અને તેમણે કડક સુરક્ષા ધરાવતી જગ્યા પર રાખવામાં આવે છે તો તે આત્મહત્યા કરી શકે છે. જેના જવાબમાં અમેરિકન સરકારે કહ્યુ કે અસાંજેને અલગ રાખવાની સજા ના આપવામાં આવે અને તેનું પુરૂ ધ્યાન રાખવામાં આવશે.

આ પહેલા ગત મહિને અસાંજેને બ્રિટનની સુપ્રીમ કોર્ટે અમેરિકા પ્રત્યાર્પણ કરવા વિરૂદ્ધ અપીલ દાખલ કરવાની પરવાનગી આપી નહતી. અસાંજેના વકીલ બર્નબર્ગ પીયર્સ સોલિસિટરે દલીલ કરી હતી કે અસાંજેને અમેરિકામાં જીવનભર જેલની સજા ભોગવવી પડી શકે છે.

Related posts

બિટકોઈન કેસ : ધવલ અને પિયુષ સાવલીયાનું શૈલેષે અપહરણ કરાવ્યું હતું

aapnugujarat

અમરગઢ ખાતે ખેડૂતોની ઉત્પાદક પેઢી અમરકૃષિ કાર્યાલય ઉદ્દઘાટન

editor

CM has already ordered all civic bodies to repair roads, including internal roads, right after monsoon ends : Gujarat HM Jadeja

editor

Leave a Comment

UA-96247877-1