Aapnu Gujarat
ગુજરાત

મોંઘવારીના ભરડામાં કેરી પણ પીસાઇ : સ્વાદ કડવો !પોરબંદરના માર્કેટીંગ યાર્ડમાં નિયમીત ૧૦૦ મણ કેરીની આવક

મોંઘવારીએ માજા મુકે છે જેમાં મધ્યમ અને ગરીબ વર્ગ પીસાઇ રહ્યો છે. જીવનજરૂરી એવા લીંબુનો ભાવ રપ૦ થી ૩૦૦ જેવો થયો છે. તેવા સમયે બજારમાં ફળોની રાજા ગણાતી કેરીનું આગમન થઇ ગયું છે પરંતુ આ કેરી પણ મોંઘવારીના ભરડામાં પીસાઇ હોય તેમ ૧૦ કિલોનો ભાવ રૂા.૧પ૦૦ થી ર૦૦૦ જેવો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતીમાં ગરીબ અને મધ્યમ પરિવારને કેરીનો સ્વાદ માણવો મુશ્કેલ બનશે.
ઉનાળાનો પ્રારંભ જતા જ બજારમાં કેસર કેરીનું આગમન તો થઇ ગયું પરંતુ કેરીના ભાવ સાંભળીને તેનો સ્વાદ માણવો પરવડે તેમ નથી. પોરબંદરમાં માર્કેટીંગ યાર્ડમાં હાલ બરડા અને તાલાળાની કેસર કેરીનું આગમન થઇ ગયું છે. ફ્રુટના વેપારી પપ્પુભાઇના જણાવ્યા અનુસાર હાલ બરડા પંથકની કેરીની આવક પ૦ મણ જ્યારે તાલાળાની કેરીની આવક પ૦ મણ મળી કુલ ૧૦૦ મણ જેવી આવક જોવા મળી રહી છે. પરંતુ ભાવ ભડકે બળી રહ્યાં છે. બરડા પંથકની રસદાર કેરીનો ૧૦ કિલોનો ભાવ રૂા.૧૮૦૦ થી ર૦૦૦ જેવો છે જ્યારે તાલાળાની કેરીનો ભાવ ૧૩૦૦ થી ૧પ૦૦ જેવો જોવા મળી રહ્યો છે. ફ્રુટના વેપેરીના જણાવ્યા અનુસાર આ વખતે કેરીનું ઉત્પાદન ઓછું થયું હોવાના કારણે ભાવ વધુ પડતો જોવા મળી રહ્યો છે. આ ભાવમાં આગામી દિવસોમાં ખાસ કોઇ ઘટાડો થાય તેવું હાલના તબક્કે લાગતું નથી. આ વર્ષે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારે સ્વાદ માણવાને બદલે માત્ર સુંઘીને સંતોષ માનવો પડશે તેવું લાગી રહ્યું છે. હાલ શાકભાજીનાં ભાવ અને ખાસ કરીને લીંબુનાં ભાવમાં વધારો થયો છે. સાથે હવે લોકોની પ્રિય કેરીનો ભાવ પણ આસમાને પહોંચ્યો છે.

Related posts

અમદાવાદ મ્યુનિમાં બેદરકારી બાદ સાત ડેપ્યુટી હેલ્થ ઓફિસરોની નિમણૂંક

aapnugujarat

રાજ્યના અનેક વિસ્તારમાં ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારી હડતાળ પર

aapnugujarat

हड्डियां गलाएं मोदी वाले बयान पर राहुल गांधी कहें तब भी माफी नहीं मांगूंगा : मेवाणी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1