Aapnu Gujarat
બિઝનેસ

ઓફિસ ભાડાંની વૃદ્ધિની યાદીમાં ભારતના ત્રણ શહેર

૨૦૧૭ના પ્રથમ ક્વાર્ટરમાં ઓફિસ ભાડાંમાં વાર્ષિક ધોરણે તીવ્ર વૃદ્ધિ કરનારાં વિશ્વનાં ટોચનાં ૨૦ શહેરોની યાદીમાં ભારતનાં ત્રણ શહેરોને સ્થાન મળ્યું છે. નાઇટ ફ્રેન્ક એશિયા-પેસિફિક પ્રાઇમ ઓફિસ રેન્ટલ ઇન્ડેક્સમાં આ ત્રણ શહેરોમાં બેંગલુરુ સૌથી આગળ ૧૦મા ક્રમે છે અને ત્યાર બાદ ૧૧મા ક્રમે મુંબઈ તથા ૧૨મા ક્રમે દિલ્હી છે.નોટબંધીથી સર્જાયેલી પડકારજનક સ્થિતિ બાદ પણ આ ત્રણેય શહેરોના મુખ્ય ઓફિસ માર્કેટમાં ભાડાં વધ્યાં હતાં. ૨૦ શહેરોની આ યાદીમાં મુખ્ય ઓફિસ માર્કેટનાં ભાડાંની સરખામણી ૨૦૧૬ના પ્રથમ ક્વાર્ટર સાથે કરવામાં આવી છે.ભારતના આઇટી હબ ગણાતા બેંગલુરુએ વાર્ષિક ધોરણે ૪.૭ ટકા વૃદ્ધિ નોંધાવી છે જ્યારે દિલ્હીના કનોટ પ્લેસ વિસ્તારમાં ભાડાંમાં ૪.૩ ટકા અને મુંબઈના બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ વિસ્તારમાં ૩.૪ ટકા વૃદ્ધિ નોંધાઈ છે.ભારતનાં ત્રણેય શહેરોએ ૨૦૧૬ના માર્ચ ક્વાર્ટરથી માર્ચ’૧૭ ક્વાર્ટર સુધીમાં સંયુક્ત રીતે ૨૪ લાખ ચોરસ મીટર નવી ઓફિસ સ્પેસનો ઉમેરો કર્યો હતો, જેથી ભાડાંમાં થયેલો વધારો નોંધપાત્ર કહી શકાય એમ નાઇટ ફ્રેન્કના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

હોટેલ્સ એમઆરપી કરતાં વધુ ચાર્જ વસૂલી શકે છે : સુપ્રીમ કોર્ટ

aapnugujarat

GST रिटर्न भरने करने की अंतिम तिथि बढ़ी, अब 30 नवंबर तक करें दाखिल

aapnugujarat

સેંસેક્સ ૩૫૨ પોઇન્ટ સુધરી ૩૨૯૪૯ની ઉંચી સપાટીએ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1