આવનારા સમયમાં દેશમાં કેટલાક સેકટર્સમાં વિપુલ પ્રમાણમાં નોકરીઓની તક રહેલી છે. જેમાં કન્સ્ટ્રકશન રીયલ એસ્ટેટ, સૌંદર્ય તેમજ સ્વાસ્થ્ય,પરિવહન અને લોજિસ્ટિક જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. એક રીપોર્ટમાં જણાવ્યા અનુસાર આ ક્ષેત્રો મારફતે આગામી ૫ વર્ષમાં ૧૦ લાખ લોકોને રોજગારી ઉપલબ્ધ થશે.
વર્તમાન સમયમાં આઈટી સેક્ટર દબાણનો સામનો કરી રહ્યું છે. વર્ષ ૨૦૧૩માં આ સેક્ટરમાં ૩૩ લાખ લોકોને રોજગારી મળી હતી. વર્ષ ૨૦૨૨ સુધી આ સેક્ટરમાં ૨૨ લાખ નવી નોકરીઓનું સર્જન થવાની આશા દર્શાવવામાં આવી રહી છે. જેનાથી આવનારા ૩થી ૪ વર્ષમાં જ અંદાજે ૧૦ લાખ નવી નોકરીઓની તકો ઉભી થશે. વર્ષ ૨૦૧૩માં નિર્માણ અને રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં ૪.૫૪ કરોડ લોકને રોજગારી મળી હતી. ત્યારે આ ક્ષેત્રમાં આગામી ૫ વર્ષમાં વધુ ૩.૧૧ કરોડ લોકોની જરૂર પડી શકે છે.એસોચેમના જનરલ સેક્રેટરી ડીએસ રાવતે જણાવ્યું કે, દેશમાં દર વર્ષે ૧.૫ થી ૨ કરોડ નોકરીની જરૂરિયાત છે. આ સ્થિતિમાં આપણે એ વિશે ગંભીરતાથી વિચારવુ જાઈએ કે કેવી રીતે નવી નોકરીઓનું વધુમાં વધુ સર્જન કરી શકાય. વધતું જતું દેવું, અને પર્યાવરણ કાનૂનને લગતી અડચણોથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેકટર ખરાબ રીતે પ્રભાવિત થયું છે. આપણે આ સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ લાવવુ પડશે. જેથી આ સેક્ટરમાં આવનાર સમયમાં નોકરીઓની તકોનો ગ્રોથ થાય.
પાછલી પોસ્ટ