Aapnu Gujarat
બિઝનેસ

તહેવાર વચ્ચે દલાલ સ્ટ્રીટમાં તેજી રહેશે : કમાણી કરવાની સુવર્ણ તક

શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં તહેવારના સપ્તાહ દરમિયાન તેજી રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા, ચોક્કસ શેરની ગતિવિધિ, માઇક્રો આધારિત આંકડા, વૈશ્વિક ઘટનાક્રમ સહિતના જુદા જુદા પરિબળોની અસર દલાલ સ્ટ્રીટના કારોબાર ઉપર જોવા મળી શકે છે. છેલ્લા સપ્તાહ દરમિયાન સેંસેક્સમાં મોટો ઉછાળો નોંધાયો હતો. નિફ્ટી અને સેંસેક્સ બંનેમાં તેજી નોંધાયા બાદ આવતીકાલથી શરૂ થતાં નવા સેશનમાં પણ તેજી રહેવાના સંકેત છે. સરકાર દ્વારા આવતીકાલે શેરબજારમાં કારોબાર દરમિયાન સપ્ટેમ્બર ૨૦૧૭ માટે હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ (ડબલ્યુપીઆઈ) ઉપર આધારિત ફુગાવાના આંકડા જારી કરવામાં આવનાર છે. ડબલ્યુપીઆઈ ફુગાવો ઓગસ્ટ ૨૦૧૭માં ૩.૨૪ ટકા હતો જે એક વર્ષની ઉંચી સપાટી ઉપર હતો. એક મહિના અગાઉ આ આંકડો ૧.૮૮ ટકા હતો. ઉપરાંત ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઉથલપાથલ, ડોલર સામે રૂપિયાના કારોબાર જેવા પરિબળોની અસર પણ જોવા મળશે. વૈશ્વિક મોરચે અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે ચાલી રહેલી ખેંચતાણની અસર પણ બજાર ઉપર જોવા મળી શકે છે. વેપાર સાથે સંબંધિત આંકડા પણ જારી કરવામાં આવી રહ્યા છે. આ સપ્તાહ દરમિયાન ૧૯મી ઓક્ટોબરના દિવસે દિવાળી લક્ષ્મી પૂજા તહેવાર છે જેથી બજારમાં રજા રહેશે જ્યારે ૨૦મીએ પણ રજા રહેશે. જો કે, ગુરુવારના દિવસે શેરબજારમાં ટૂંકા ગાળાનો મુહુર્ત કારોબાર થશે જેમાં કમાણી કરવાની તક રહેશે. બીજા ત્રિમાસિક ગાળાના પરિણામ આ સપ્તાહમાં જારી કરવામાં આવનાર છે.
સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળા માટે પરિણામ પર નજર રહેશે. વિપ્રો, બજાજ ઓટો, એક્સિસ બેંક, એસીસી સહિત મોટી કંપનીઓના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. આ તમામ કંપનીઓ મંગળવારે એટકે કે ૧૭મી ઓક્ટોબરના દિવસે તેમના પરિણામ જાહેર કરશે જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ બુધવારના દિવસે તેના આંકડા જારી કરશે. નિફ્ટી શુક્રવારના દિવસે ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડસબેંક અને ભારત ફાઈનાન્સિયલના શેર ઉપર તમામની નજર રહેશે. કારણ કે શનિવારના દિવસે ભારત ફાઈનાન્સિયલ સાથે ઇન્ડસબેંકની મર્જરની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આરઆઈએલના શેરમાં આવતીકાલે તમામની નજર રહેશે. કારણ કે, ઓઇલથી ટેલિકોમ ક્ષેત્રમાં સક્રિય રહેલી આ કંપની દ્વારા શુક્રવારના દિવસે તેના ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં કંપનીનો નેટ નફો વાર્ષિક આધાર પર ૧૨.૫ ટકા વધ્યો હતો. વૈશ્વિક મોરચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડા અને મેક્સિકો સાથે કરવામાં આવેલી નાફ્ટા સમજૂતિમાંથી બહાર નિકળી જવાની જાહેરાત કરી શકે છે. ચીન દ્વારા પોતાના ઇન્ડસ્ટ્રીય પ્રોડક્શનના ડેટા ૧૯મી ઓક્ટોબરના દિવસે જારી કરવામાં આવનાર છે.

Related posts

૨૦૦૦ રૂપિયાની ૬ લાખ ૭૦ હજાર કરોડની નોટ છે

aapnugujarat

આદિત્ય બિરલા ગ્રૂપનો જ્વેલરીના રિટેલ બિઝનેસમાં પ્રવેશ

aapnugujarat

મોટી કંપનીઓમાં નવા જોબ ઉમેરાયા : અહેવાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1