Aapnu Gujarat
ગુજરાત

ગાંધીનગરમાં તૈયાર ૨૮૦ આવાસોનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું

રાજ્યના કર્મયોગીઓને અદ્યતન સુવિધાવાળા મકાનો આપવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા પાટનગર ખાતે વિવિધ સેકટરોમાં અલગ અલગ કેટેગરીના મકાન બનાવવામાં આવી રહ્યા છે. આજરોજ ગાંધીનગરના સેક્ટર-૨૯માં રૂપિયા ૮૭ લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવેલા બી-ટાઈપના ૨૮૦ આવાસોનું લોકાર્પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના હસ્તે કરાયું હતું. બી-ટાઈપના આવાસોનું નામ વંદે માતરમ્‌ પાર્ક રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના કર્મચારીઓના પરિવારોને અધત્તન સુવિધાવાળા મકાન મળી રહે તે માટે સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા પાટનગરમાં રૂપિયા ૪૭૦ કરોડના ખર્ચે વિવિધ આવાસો બનાવશે. ગાંધીનગરના સેક્ટર-૭માં સી-કક્ષાના ૨૮૦ મકાનો તૈયાર કરીને લોકાર્પણ કરવામાં આવ્યા છે. આગામી ટૂંક સમયમાં બાકી ૫૬ આવાસોનું કામ પૂર્ણ કરી કર્મયોગીઓને સોપવામાં આવશે. તે ઉપરાંત આજે સેક્ટર-૨૯માં નિર્માણ કરવામાં આવેલા વંદે માતરમ્‌ પાર્કમાં કુલ ૪૪૮ આવાસોનું નિર્માણ કરવાનું આયોજન છે. જેમાંથી આજે ૨૮૦ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. બાકીના ૧૬૮ આવાસોનું કામ પણ એક માસમાં પૂર્ણ કરવામાં આવનાર છે. તેની સાથે સેક્ટર-૩૦માં બી-કક્ષાના ૩૩૬ આવાસોનું કામ પ્રગતિ હેઠળ છે. સરકાર દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ના બજેટમાં વિવિધ સેકટરોમાં સી-કક્ષાના ૨૮૦ આવાસો તથા બી-કક્ષાના ૨૮૦ આવાસોની મંજુરી આપવામાં આવી છે. તે ઉપરાંત ચાલુ વર્ષના નાણાંકીય બજેટમાં ચ-કક્ષાના ૨૮૦ આવાસોનું નિર્માણ કરવાનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે. આમ ગાંધીનગરમાં વિવિધ કક્ષાના ૭૨૮ આવાસોના કામ પૂર્ણ કરવામાં આવ્યા છે. ૩૯૨ આવાસાનો કામ પ્રગતિ હેઠળ છે. ૫૬૦ આવાસોના કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

Related posts

સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાંચે ઘરફોડ ચોરી કરતી ગેંગને ઝડપી

aapnugujarat

સાધ્વી જયશ્રીગીરી બે દિન માટે પોલીસ રિમાન્ડ ઉપર

aapnugujarat

વેજલપુરમાં મહિલાએ જાહેરમાં કપડા ઉતારીને કરેલો તમાશો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1