Aapnu Gujarat
Uncategorized

કલાકોમાં જુનાગઢ લૂંટ કેસને ઉકેલવામાં સફળતા મળી છે

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વધુને વધુ મજબુત બને અને ગુજરાતની પ્રજાને શાંતિ, સુરક્ષા અને સલામતી મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના સતત માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ગુનાઓ ઉકેલવા અને તેની સાથે જોડાયેલા ગુનેગારોની ધરપકડ કરવામાં ગુજરાત પોલીસે ફાસ્ટ્રેક કામગીરી કરી છે. સુરક્ષા અને સલામતીને પ્રાધાન્ય આપીને માત્ર બે જ દિવસમાં ગુજરાત પોલીસે જુનાગઢમાં સોનાની લૂંટ કેસમાં તમામ ૧૮ કિલોના સોનાના બિસ્કીટ આરોપીઓ પાસેથી પરત મેળવ્યા છે જેના માટે ગુજરાત પોલીસ અભિનંદને પાત્ર છે, તેમ રાજ્ય ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. મંત્રી જાડેજાએ તા. ૦૭ એપ્રિલ ૨૦૧૮ના રોજ બનેલી જુનાગઢ સોનાની લૂંટ કેસની વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, જુનાગઢની સોનાના દાગીના ઘડવાનું કામ કરતી ચોકસી વછરાજ મકનજી એન્ડ કંપનીની સોનું લઈને અમદાવાદથી જુનાગઢ આવતી કારને ચોકી-વડાલ પાસે પાંચ બુકાનાધારી આરોપીઓએ આંતરીને આ કંપનીના માણસો પાસેથી પાંચ કરોડથી વધુ કિંમતની ૧૮ કિલો સોનાની લૂંટ ચલાવી હતી. આ અંગે જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવતા જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. જેમા પોલીસને લુંટનો બનાવ બનેલી ગાડીના ડ્રાઇવર ઉપર શંકા જતા તે દિશામાં તપાસ હાત ધરતા આ ડ્રાઈવરે આશરે ૨૦ દિવસ પહેલા ૫૦,૦૦૦ લઈને આ લુંટને અંજામ આપવા અન્ય પાંચ ઇસમો સાથે મળીને એક પ્લાન બનાવ્યો હતો.
સંબંધિત પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ડ્રાઈવર ગૌતમ મજેઠિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરતા આખી ઘટના બહાર આવી હતી. જેમા આ લુંટ કેસને અંજામ આપનાર અન્ય પાંચ આરોપીઓની ધરપકડ કરતા તેમની પાસેથી લુંટ કરેલ ૫ કરોડ અને ૭૫ લાખની કિંમતના તમામ ૧૮ કિલોના સોનાના બિસ્કીટ જપ્ત કર્યા હતા આ અંગે આરોપીઓ સામે વધુ તપાસ હાથ ધરી છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

Related posts

રાજકોટમાં ફાઈનાન્સરો અને બિલ્ડરો ઉપર વ્યાપક દરોડા

aapnugujarat

ઉનામાં તાજીયા જુલુસમાં બે જુથો વચ્ચે ધિંગાણુ : ચાર શખ્સોને ગંભીર ઈજા

aapnugujarat

દ્વારકામાં પાણી માટે હાલ થયાં બેહાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1