Aapnu Gujarat
Uncategorized

રાજકોટમાં ફાઈનાન્સરો અને બિલ્ડરો ઉપર વ્યાપક દરોડા

રાજકોટ શહેરમાં આવકવેરા વિભાગના અધિકારીઓ જાણીતા ડેકોરા ગ્રુપ, સ્વાગત ગ્રુપ અને લાડાણી ગ્રુપ પર ત્રાટકયા હતા અને તેમના ઓફિસ,નિવાસસ્થાનો સહિતના સ્થળોએ દરોડો પાડી સપાટો બોલાવ્યો હતો. જેમાં આઈટી વિભાગે પ્રાથમિક તબક્કામાં જ રૂ.ત્રણ કરોડની રોકડ રકમ જપ્ત કરતાં રાજયભરમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આઈટી વિભાગે ડેકોરા ગ્રુપ, સ્વાગત ગ્રુપ અને લાડાણી ગ્રુપના ત્યાંથી ઢગલાબંધ જમીનનાં દસ્તાવેજો અને વાંધાજનક દસ્તાવેજો-કાગળો પણ જપ્ત કર્યા હતા. આઇટી વિભાગની આ કાર્યવાહીમાં હવે કરોડોનું કાળું નાણું બહાર આવવાની શક્યતા સેવાઈ રહી છે. બીજીબાજુ, રાજકોટ શહેરનાં જાણીતા બિલ્ડરો, ફાયનાન્સરોને ત્યાં પણ આઇટી વિભાગના અધિકારીઓએ દરોડા પાડી સપાટો બોલાવ્યો હતો. જેેને પગલે આજે સમગ્ર રાજકોટ શહેરમાં આઇટી દરોડા અને કાર્યવાહી ટોક ઓફ ધ ટાઉન મુદ્દો બની રહ્યો હતો. આઇટી વિભાગનાં દરોડામાં ડેકોરા ગ્રુપનાં જમનભાઇ પટેલ અને તેમના પુત્ર નિખિલ પટેલના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા તો, જમન પટેલનાં ભાગીદાર કુલદીપ રાઠોડને ઘરે પણ દરોડાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. આ જ પ્રકારે ધીરુભાઇ રોકડ, પુત્ર ચેતન રોકડ, ગોપાલ ચુડાસમાને ત્યાં પણ દરોડા પડયા હતા. છગનભાઇ પટેલનાં ઘરે પણ આઇટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. યુથ કોંગ્રેસનાં પ્રમુખનાં ભાઇ કુલદીપ રાઠોડનાં ઘરે પણ દરોડા પડતાં ભારે ચકચાર મચી ગઇ હતી. શહેરમાં વહેલી સવારથી જ આઈટી વિભાગનાં ૧૩૨ અધિકારીની ૪૮ ટીમ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરાયું હતું. કુલ ૪૪ જગ્યાઓએ બોલાવેલાં સપાટામાં ૨૬ સ્થળે દરોડા અને ૧૮ સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. નોંધનીય છે કે, આ સર્ચ એન્ડ સર્વેની કામગીરીમાં ૧૦૦થી વધુ અધિકારીઓ જોડાયાં હતાં. ડેકોર ગ્રુપના તમામ ભાગીદારોને ત્યાં આઈટી વિભાગે તપાસ હાથ ધરી છે. જેમાં જાણીતા બિલ્ડર અને ક્લાસિક કન્સ્ટ્રક્શનના માલિક સ્મિત કનેરિયાને ત્યાં સપાટો બોલાવ્યો છે. હાલ સ્મિત કનેરિયા અમેરિકા છે. આર્કિટેક્સથી બિલ્ડર બનેલા દિલીપ લાડાણી પર પણ દરોડા પાડ્‌યા છે. જમનભાઈ પટેલ અને તેમના પુત્ર નિખિલને ત્યાં પણ આઈટી વિભાગે દરોડા પાડ્‌યા છે. તો, જમનભાઈ પટેલના ભાગીદારના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે. મહત્વનું છે કે ડેકોરા ગ્રુપે રાજકોટમાં અનેક જગ્યાએ મોટી ઇમારતો બનાવી છે. ત્યારે ૧૩૨ અધિકારીઓ દ્વારા ૪૮ ટીમ બનાવીને સર્વે હાથ ધરાયો હતો. રાજકોટ શહેરમાં આજે આઇટી વિભાગના દરોડા અને કાર્યવાહીને પગલે બિલ્ડરો, ફાયનાન્સરો અને અન્ય મોટા વ્યવસાયિક જૂથોમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી.

Related posts

જીગ્નેશ મેવાણી ફરી થયા સદન થી બહાર

editor

ઘરે જ બનાવો ટેસ્ટી સુરતી ઇદડા, એકદમ સરળ રીતે!

editor

ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળમાં સીસીટીવી કેમેરા કરવામાં આવ્યા કાર્યરત

editor

Leave a Comment

UA-96247877-1