Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાંચે ઘરફોડ ચોરી કરતી ગેંગને ઝડપી

સાબરકાંઠા જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે, આવા ગુનાઓ ઉપર અંકુશ મૂકવા તથા અટકાવવા માટે જિલ્લા પોલીસ વડાની સૂચનાને આધારે સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાંચ અલગ અલગ ટીમો બનાવી બાતમીના આધારે સખત પેટ્રોલિંગ કરતાં સમયે પ્રાંતિજમાં મોબાઈલની દુકાન માં થયેલ ચોરી અને ઈડર ખાતે થયેલ સોના ચાંદીની દુકાનમાં ચોરી અંગે પોલીસને બાતમીને આધારે તથા ટેકનીકલ સર્વેલન્સની મદદથી હિંમતનગર બસ સ્ટેશન પાસે ઓટો રીક્ષામાં ચાર ઇસમો આવેલ હોય તેવી ચોક્કસપણે બાતમી મળતા પોલીસે તેમને કોર્ડન કરી પૂછપરછ કરતા પોલીસને સંતોષકારક જવાબ ના મળતા શંકાને આધારે પોલીસે વધુ તપાસ કરતાં જાણવા મળેલ કે જિલ્લામાં ઘરફોડ ચોરીના જુદાજુદા વિસ્તારમાં જુદી જુદી પ્રકારની ચોરીમાં કુલ ટોટલ જિલ્લામાં ૧૪ જેટલા ગુના કબૂલ કરેલ હતા, જ્યારે લોકલ ક્રાઇમ બ્રાંચે કુલ ૪ આરોપીઓ પાસેથી રૂપિયા ૧.૪૦.૭૯૭નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી માટે હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપીઓને સોંપવામાં આવેલ છે.

(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)

Related posts

रिक्शाचालक ने ट्राफिक कर्मी के साथ मारपीट की

aapnugujarat

અમદાવાદ ભીમ રથ યાત્રા સમિતિ દ્વારા ૧૪મી એપ્રિલે ભવ્ય ‘ભીમ રથ યાત્રા’નું આયોજન

aapnugujarat

ટોકિયો પેરા ઓલમ્પિક ખાતે વડનગરનું ગૌરવ ભાવિના પટેલની ગોલ્ડ મેડલની આશા સાથે આગેકૂચ

editor

Leave a Comment

UA-96247877-1